Navsari News: નવસારીમાં પૂર્ણા નદીના કિનારેથી બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. બાળકીની ઉમર અંદાજિત 2 થી 3 વર્ષની છે. બનાવની જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બાળકીનો મૃતદેહનો કબજો લઈને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ નવસારીમાં પૂર્ણા નદીના કિનારેથી આશરે 2 થી 3 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાને લઈને ત્યાં સ્થાનિકો એકઠા થઈ ગયા હતા. બનાવની જાણ પોલીસને થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગના જવાનો દ્વારા પાણીમાંથી બાળકીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.
નદીમાંથી બાળકીનો મૃતદેહ કાઢી પોલીસે કબજો મેળવ્યો હતો. હાલ બાળકીની ઓળખ થઈ શકી નથી, પોલીસ દ્વારા બાળકીની ઓળખ અને મૃત્યુના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.