Navsari News: વાંસદા તાલુકાના ખાનપુર ગામના યુવાનના લગ્ન સોમવારે બે યુવતીઓ સાથે થશે. બંને યુવતી વર્ષોથી તેની સાથે પત્ની તરીકે રહે છે. આ બે પત્નીના ત્રણ સંતાનો પણ છે. આ ત્રણેય સંતાનો માતા-પિતાના લગ્ન નિહાળશે.
મળતી માહિતી મુજબ, વાંસદા તાલુકાના ખાનપુર ગામે રહેતા મેઘરાજ રામભાઈ દેશમુખના ભાઈ અને બહેનના લગ્ન મંગળવારે હોવાથી લગ્નની કંકોત્રી છપાવાઈ હતી. જેમાં મેઘરાજે પોતાના લગ્ન અંગે પણ છપાવ્યું છે. મેઘરાજના સોમવારે જયહિંદભાઈ મંછુભાઈ ગાવિતની પુત્રી કાજલ અને મગનભાઈ જીવલ્યાભાઈ ગાઈનની પુત્રી રેખા સાથે લગ્ન રાખવામાં આવ્યા હોવાનું છાપ્યું છે. એક વર બે કન્યા સાથે સોમવારે લગ્ન કરશે.
કાજલ સાથે મેઘરાજની સગાઈ વર્ષ 2010માં થઈ હતી અને રેખા સાથે વર્ષ 2013માં થઈ હતી. ત્યાર બાદ બંને યુવતી મેઘરાજ સાથે ખાનપુર ગામે પત્ની તરીકે રહે છે. મેઘરાજને કાજલ થકી બે સંતાન છે, જ્યારે રેખા થકી એક સંતાન છે. આ ત્રણેય સંતાનો માતા-પિતાના લગ્નમાં ઉપસ્થિત રહેવાનો લહાવો લેશે. મેઘરજના પિતા રામભાઈ નવલભાઈ દેશમુખને પણ બે પત્ની છે. જેમાં એક છે અને બે વનિતાબેન છે. રામભાઈને કુલ પાંચ સંતાન છે.