Navsari News:શ્રીજીને 75 કિલોનો મહાકાય સમોસું અર્પણ કરવામાં આવ્યું

Navsari News:નવસારીમાં આનંદ ભુવન ચાલ ખાતે યોજાતા ગણેશોત્સવને 75 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આ વર્ષની ઉજવણીને ‘અમૃત મહોત્સવ’ તરીકે ઉજવવામાં આવી રહી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 23 Sep 2026 06:26 PM (IST)Updated: Wed, 23 Sep 2026 06:26 PM (IST)
navsari-news-a-massive-75kg-samosa-was-offered-to-shreeji

Navsari News:નવસારીમાં આનંદ ભુવન ચાલ ખાતે યોજાતા ગણેશોત્સવને 75 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આ વર્ષની ઉજવણીને ‘અમૃત મહોત્સવ’ તરીકે ઉજવવામાં આવી રહી છે. આ પ્રસંગે ગણપતી બાપ્પાને મોહનથાળ નિર્મિત 75 કિલોનો મહાકાય સમોસું અર્પણ કરવામાં આવ્યું હતું

હાલમાં ગણેશોત્સવ ચાલી રહ્યો છે.નવસારીમાં ગણેશોત્સવની ખબૂ જ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે નવસારી શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી આનંદ ભુવન ચાલમાં યોજાતા ગણેશોત્સવને 75 વર્ષ પૂર્ણ થયા છે. મંડળ દ્વારા મુંબઈથી ‘આનંદ ભુવનચા મહારાજા’ની આકર્ષક ગણેશ પ્રતિમા લાવવામાં આવી હતી. તેમજ પંડાલમાં પણ ધાર્મિક થીમ આધારિત વિશેષ ડેકોરેશન કરવામાં આવ્યું છે.

આનંદ ભુવન ચાલમાં યોજાતા ગણેશોત્સવને 75 વર્ષ પૂર્ણ થયા હોય આ વર્ષની ઉજવણીને ‘અમૃત મહોત્સવ’ તરીકે ઉજવવામાં આવી રહી છે. નવસારી સ્ટેશન રોડ પર આવેલા ‘યોગેશ્વર વડાપાંઉ’ના સંચાલકો સુરેશભાઈ પાંડે અને લક્ષ્મીકાંતભાઈ પાંડે દ્વારા ગણેશોત્સવના 75મા વર્ષની ઉજવણીની યાદમાં 75 કિલો વજનનું વિશાળ‘મોહનથાળ સમોસું’ અર્પણ કર્યું હતું.

આ વિશાળ સમોસાને તૈયાર કરવા માટે 8 જેટલા કારીગરોએ સતત 10 કલાક સુધી મહેનત કરી હતી. આટલા મોટા સમોસાને તળવા માટે 22 ડબ્બા તેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.આ વિશાળ સમોસામાં 45 કિલો મોહનથાળનો પડ અને બહારના કવર માટે 30 કિલો મેંદાની પટ્ટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મહાઆરતી પૂર્ણ થયા બાદ આ વિશેષ પ્રસાદ દર્શનાર્થે આવતા ભક્તો તેમજ નવસારીના લોકોમાં વિતરણ કરવામાં આવશે.