Navsari Lift Accident: નવસારીના રાશી મોલ સામે આવેલા જેટ એક્સિલન્સી કોમ્પ્લેક્ષના જ્વેલ એપાર્ટમેન્ટમાં લિફ્ટ અચાનક બીજા માળેથી સીધી ગ્રાઉન્ડ ફ્લોર પર પટકાઈ હતી. આ ઘટના સમયે લિફ્ટમાં કુલ આઠ લોકો સવાર હતા, જેના કારણે કોમ્પ્લેક્ષમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી. 8 પૈકી એક મહિલાને પગમાં ફેકચર થયું હોવાનું જાણવા મળ્યું છે.
લિફ્ટ પટકાતા લોકો ઇજાગ્રસ્ત
આ પણ વાંચો
મળતી માહિતી મુજબ, નવસારીના રાશી મોલ સામે આવેલા જેટ એક્સિલન્સી કોમ્પ્લેક્ષના જ્વેલ એપાર્ટમેન્ટમાં ગઈકાલે રાત્રે આઠ વાગ્યાની આસપાસ લિફ્ટ બીજા માળેથી ગ્રાઉન્ડ ફ્લોર પર પટકાઈ હતી. દુર્ઘટના સમયે લીફ્ટમાં કુલ 8 લોકો સવાર હતા. જે પૈકી એક મહિલાને પગમાં ઈજા અને બીજી એક મહિલાને પગમાં ફેકચર થયું હતું. જ્યાં બંનેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
પોલીસે ઘટનાની તપાસ કરી
અન્ય 6 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચતા તેમને પ્રાથમિક સારવાર આપીને ઘરે રજા આપવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ નવસારી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે લિફ્ટના મેન્ટેનન્સમાં ખામી કે ઓવરલોડિંગને કારણે આ ઘટના બની હોવાની શક્યતા છે.
