Mango Price in Navsari: નવસારી માર્કેટયાર્ડમાં કેરીની સિઝન જામી, 2700 મણથી વધુ જથ્થો ઠલવાયો; જાણો વિવિધ કેરીના ભાવ

20 કિલો કેસર કેરીના રૂપિયા 2970 સુધી ભાવ બોલાયા હતા.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 25 Apr 2026 08:58 AM (IST)Updated: Sat, 25 Apr 2026 09:16 AM (IST)
navsari-apmc-market-yard-mango-revenue-and-auction-price-update
HIGHLIGHTS
  • નવસારી માર્કેટયાર્ડમાં કેરીની આવક
  • 2700 મણથી વધુ જથ્થો ઠલવાયો

Navsari APMC Mango Prices: નવસારીમાં કેરીની સિઝન હવે ક્રમશઃ જોર પકડી રહી છે. બજારમાં કેરીની આવક વધવા લાગી છે, જેને પગલે નવસારી માર્કેટયાર્ડમાં પણ ખરીદ-વેચાણનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. માર્કેટયાર્ડમાં અત્યાર સુધીમાં 2700 મણથી વધુ કેરી ઠલવાઈ છે. 

આવક વધી છતાં કેસરના ભાવ અકબંધ

નવસારી APMC માર્કેટ યાર્ડમાં અત્યારે 2700 મણથી વધુ જથ્થો આવી રહ્યો છે, અને હાલમાં 2737 મણ જેટલી કેરી ઠલવાઈ છે. અગાઉ 14 એપ્રિલથી જ્યારે કેરીની હરાજીમાં 500 મણથી વધુ જથ્થો આવવાની શરૂઆત થઈ હતી, તે સમયે કેસર કેરીનો 20 કિલોનો ભાવ 3100 રૂપિયા સુધી બોલાયો હતો.

naidunia_image

જોકે, હવે આવક વધવા છતાં પણ કેસર કેરીના ભાવ ગગડ્યા નથી. નવસારી માર્કેટયાર્ડમાં સૌથી વધુ આવક કેસર કેરીની છે, અને હરાજીમાં તેનો 20 કિલોનો ભાવ 1070 રૂપિયાથી લઈને 2970 રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે.

વિવિધ પ્રકારની કેરીઓના હરાજીના ભાવ

નવસારી માર્કેટ યાર્ડમાં કેસર કેરી ઉપરાંત અનેક પ્રકારની અન્ય કેરીઓ પણ આવી રહી છે. કેરીની સિઝન જેમ-જેમ આગળ વધી રહી છે, તેમ-તેમ બજારમાં હજુ વધુ આવક થવાની શક્યતા છે, જેના પર ખેડૂતો અને વેપારીઓ બંનેની નજર ટકેલી છે. હરાજીમાં અન્ય જાતની કેરીઓના 20 કિલોના ભાવ નીચે મુજબ નોંધાયા છે:

  • રાજાપુરી કેરી: રૂ. 660 થી 1150 
  • હાફૂસ કેરી: રૂ. 1000 થી 1650
  • લંગડો કેરી: રૂ. 1400 થી 1790 
  • દશેરી કેરી: રૂ. 600 થી 1290
  • તોતાપુરી કેરી: રૂ. 500 થી 560
  • દેશી કેરી: રૂ. 300 થી 600
  • આમ્રપાલી કેરી: રૂ. 730
  • બદામ કેરી: રૂ. 600