નવસારી જિલ્લા પંચાયત ચૂંટણી 2026માં કેટલા મતદારો? ક્યારે મતદાન અને ગણતરી? કયા પક્ષે જાહેર કર્યા ઉમેદવારો? સંપૂર્ણ માહિતી

આમ આદમી પાર્ટી દ્વારા મોટાભાગની બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે. બીજી તરફ, સત્તાધારી ભાજપ અને વિરોધ પક્ષ કોંગ્રેસમાં હજુ મંથન ચાલી રહ્યું છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 09 Apr 2026 08:08 PM (IST)Updated: Thu, 09 Apr 2026 08:08 PM (IST)
navsari-district-panchayat-election-2026-voting-counting-and-results-dates-and-timings

Navsari District (Jilla) Panchayat Election 2026 Dates: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026નો માહોલ ધીમે-ધીમે જામી રહ્યો છે. આગામી 26 એપ્રિલના રોજ નવસારી જિલ્લા પંચાયતની કુલ 30 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં 7.32 લાખથી વધુ નોંધાયેલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણીની તારીખ નજીક આવતા જ રાજકીય પક્ષોમાં ટિકિટ મેળવવા માટે ભારે ખેંચતાણ જોવા મળી રહી છે.

આમ આદમી પાર્ટી દ્વારા મોટાભાગની બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે. બીજી તરફ, સત્તાધારી ભાજપ અને વિરોધ પક્ષ કોંગ્રેસમાં હજુ મંથન ચાલી રહ્યું છે. આ બંને પક્ષો આગામી થોડા દિવસોમાં પોતાના ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરે તેવી પૂરી શક્યતા છે. ત્રિપાંખિયો જંગ જામવાના પૂરેપૂરા સંકેતો મળી રહ્યા છે, જેણે ચૂંટણીને વધુ રસપ્રદ બનાવી દીધી છે.

વહીવટી સ્તરે, રાજ્ય ચૂંટણી પંચ અને જિલ્લા તંત્ર દ્વારા આચારસંહિતાના કડક અમલ માટેની કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે. ચૂંટણી દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ શકે. આમ, નવસારી જિલ્લામાં હવે રાજકીય પક્ષો અને પ્રશાસન બંને સજ્જ થઈ ગયા છે.

નવસારી જિલ્લા પંચાયતની બેઠક પ્રમાણે જાણો મતદારોની વિગતો

વોડૅ નં વોડૅ નું નામ પુરુષ મતદાર સ્ત્રી મતદાર કુલ મતદાર
1 આછવણી 11517 11844 23361
2 અમલસાડ 11100 11348 22448
3 બારતાડ (ખા) 12505 13115 25620
4 બીગરી 12023 11506 23529
5 બોદાલી 13867 14110 27977
6 ચાપલધરા 13226 13598 26824
7 દેવસર 12769 12364 25133
8 ગણદેવા 14392 15036 29428
9 ધેજ 13566 13576 27142
10 કછોલી 7926 8258 16184
11 ખાટાઆંબા 13463 13722 27185
12 ખેરગામ 13638 14246 27884
13 ખુંધ 10321 10387 20708
14 કુકેરી 13319 13824 27143
15 મહુવર 15980 15997 31977
16 માંડવખડક 12792 12994 25786
17 પનાર 11399 11674 23073
18 રૂમલા 10956 11054 22010
19 સાદકપોર 10633 10776 21409
20 સમરોલી 11114 11260 22374
21 સરીબુજરંગ 11158 10950 22108
22 સાતેમ 11385 11980 23365
23 સીસોદ્રા(ગ) 11478 11953 23431
24 સુપા 9110 9624 18734
25 ઉનાઈ 12276 12863 25139
26 વાંદરવેલા 12942 13150 26092
27 વાંગણ 12966 13605 26571
28 વાંસદા 11061 11727 22788
29 વાંઝણા 12548 13159 25707
30 વેસ્મા 10591 10608 21199

આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારો

વોડૅ નં વોડૅ નું નામ આમ આદમી પાર્ટી
1 આછવણી પટેલ હિરલબેન અજિતભાઈ
2 અમલસાડ પ્રાચીબેન જયનિક તલાવિયા
8 ગણદેવા યુવા ભાઈ ખલપભાઈ પટેલ
10 કછોલી સોનલબેન કિરણભાઈ તળાવિયા
11 ખાટાઆંબા રાકેશભાઈ દેવજીભાઈ પટેલ
12 ખેરગામ સુનિધાબેન જીજ્ઞેશભાઈ પટેલ
15 મહુવર ભાવિનભાઈ બાબુભાઈ પટેલ
16 માંડવખડક ચેતનબહેન દિનેશભાઈ પટેલ
19 સાદકપોર જીજ્ઞેશ પટેલ
26 વાંદરવેલા નરેશભાઈ એન પટેલ
28 વાંસદા મધુબેન જયેશભાઈ પટેલ
29 વાંઝણા પ્રકાશભાઈ બચુભાઈ પટેલ
30 વેસ્મા કિરણબેન ભાવિનભાઈ પટેલ

નવસારી જિલ્લા પંચાયતનો ચૂંટણી કાર્યક્રમ (Navsari District Panchayat Election 2026 Schedule)

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તારીખ
ચૂંટણીની જાહેરાતની તારીખ 01-04-2026
જાહેરનામું/ચૂંટણીની નોટિસ પ્રસિધ્ધ કરવાની તારીખ 06-04-2026
ઉમેદવારીપત્રો ભરવા માટેની છેલ્લી તારીખ 11-04-2026
ઉમેદવારી પત્રોની ચકાસણી માટેની તારીખ 13-04-2026
ઉમેદવારી પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ 15-04-2026
મતદાનની તારીખ 26-04-2026 (રવિવાર)સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી
પુન: મતદાનની તારીખ (જો જરુરી હોયતો) 27-04-2026
મતગણતરીની તારીખ 28-04-2026
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ 30-04-2026