Navsari News: નવસારીથી નોકરી પર જવા નિકળેલા બે બાઇક સવાર યુવકોને મરોલી પાસે અકસ્માત નડ્યો હતો. મરોલી ચાર રસ્તા પાસે અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં ડમ્પર ચાલકે બાઇક સવાર બે યુવાનોને અડફેટે લીધા હતા જેમાં બંને યુવાનોનું ગંભીર ઇજાના કારણે મોત નીપજ્યું હતું. બંને યુવાનો નવસારીથી સચિન નોકરી પર જતા હતા તે દરમ્યાન આ દુર્ઘટના બની હતી. બે યુવાનોના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
મળતી માહિતી મુજબ નવસારીથી બે યુવકો નોકરી પર સુરતના સચિન ખાતે આવી રહ્યા હતા દરમ્યાન મરોલી ચાર રસ્તા પાસે એક ડમ્પર ચાલકે બંને બાઇક સવાર યુવાનોને અડફેટે લીધા હતા જેમાં રોડ પર પટકાયેલા બંને યુવકોને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતક યુવકોની ઓળખ નવસારીના બંદર રોડ પર રહેતા 27 વર્ષીય શેખ જુબેર ફકીરભાઈ અને જલાલપોર ના લીમડા ચોક વિસ્તારમાં રહેતા 31 વર્ષીય પ્રદીપ ડેડાણીયા તરીકે થઈ છે. બંને યુવકો સચિન ખાતે કંપનીમાં નોકરી કરતા હતા અને આજે સવારે બંને યુવકો બાઈક પર નોકરી પર આવી રહ્યા હતા દરમ્યાન અકસ્માતની આ ઘટના બની હતી. આ મામલે મરોલી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બંને યુવકોના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.