નવસારી કૃષિ યુનિવર્સીટીના વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને પાકમાં સારુ ઉત્પાદન મળે અને તેઓ સારો પાક લેતા થાય અને વધુ ફાયદો કરતા થાય તે હેતુસર હાલમાં કૃષિ યુનિવર્સિટી ખાતે કેરી એટલે કે આંબાપાક પર પરી સંવાદ યોજાયો હતો. જેમાં કેરીના પાક કઈ રીતે બચાવી શકાય તેમજ પાકનું મુલ્યવ વર્ધન સાથેના કઈ દવા કેટલા પ્રમાણમાં આપવું વગેરે વિષયો પર યુનીવર્સીટીના વૈજ્ઞાનિકો દ્વારા વિશેષ પરીસંવાદ યોજાયો હતો.
અસ્પી બાગાયત કોલેજ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને બાગાયતી વિભાગ નવસારી દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 74 જેટલી જાતો ખેડૂતોએ પકવી હતી. તે હરીફાઈ માટે મૂકવામાં આવી હતી. તો કૃષિ યુનિવર્સિટી ખાતે હાજર એવી 150 કેરીની જાતોમાંથી ૯૧ જેટલી જાતો મેળવી પ્રદર્શનમાં મુકવામાં આવી હતી. સાથે સાથે કેરીનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું. આ પ્રશંગે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો
રાકેશ દેસાઈ પણ પોતે એક કેરી પકવતા ખેડૂત હોય અને તેઓએ આ મહત્વના ઉત્પાદન માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અને નવા પ્રયોગો કરવામાં આવ્યા છે. તે બાબતે તેઓએ ખુશી પણ વ્યક્ત કરી હતી અને ખરેખર આ પરીસંવાદ ખેડૂતો માટે લાભદાયી નીવડ્યો હતો. કૃષિ યુનિવર્સીટી દ્વારા વિકસાવેલ પોતાની 4 કેરીની જાતો પણ તેમણે પ્રદર્શનમાં મુકી હતી. તેમની સોનપરી નામની કેરી દ્વારા ખેડૂતો સારી આવક મેળવી રહ્યા છે. જે આગામી દિવસોમાં હાફૂસ અને કેસરનું સ્થાન લેશે તેવિ આશા પણ તજજ્ઞોએ વ્યકત કરી હતી.
