ગુજરાતની જીવાદોરી છલકાઈ: સરદાર સરોવર ડેમ 7મી વખત પૂર્ણ સપાટી ભરાયો, મુખ્યમંત્રીએ નર્મદાના નીરના વધામણાં કર્યાં

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ પોતાની મહત્તમ ક્ષમતા 138.68 મીટર પર સાતમી વખત ભરાઈ ગયો છે. જે બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એકતાનગર ખાતે જળપૂજન કર્યું હતુ. તેમણે ગુજરાતની જનતાને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાની અપીલ કરી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 30 Sep 2026 05:36 PM (IST)Updated: Wed, 30 Sep 2026 05:36 PM (IST)
sardar-sarovar-dam-fills-to-maximum-level-for-7th-time-cm-welcomes-narmada-water

Sardar Sarovar Dam Water Level: ગુજરાતની જીવાદોરી ગણાતો સરદાર સરોવર નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી 138.68 મીટર (455 ફૂટ) પર પહોંચીને પૂર્ણ ક્ષમતાથી ભરાઈ ગયો છે.

ડેમ તેની પૂર્ણ સપાટીએ પહોંચતા એકતાનગર ખાતે જળ પૂજન અને નર્મદા નીર વધામણાનો કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાસ્ત્રોક્ત વિધિ સાથે નર્મદા નીરના વધામણા કર્યા હતા. આ સાથે જ મુખ્યમંત્રીએ લોકોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા માટે અપીલ કરી છે.

National Swimming Championship: સુરતના સ્વિમર્સે 20 મેડલ્સ જીતી ઈતિહાસ રચ્યો, 'એશિયન માસ્ટર'માં કરશે ભારતનું પ્રતિનિધિત્વ

2017માં રાષ્ટ્રને અર્પણ બાદ 7મી વખત સરદાર સરોવર ડેમ પૂર્ણ સપાટીએ ભરાયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશનો કાર્યભાર સંભાળ્યાના 17 દિવસમાં જ 12 જૂન, 2014ના રોજ નર્મદા ડેમનું બાકી કામ પૂરું કરવાની મંજૂરી આપી દીધી હતી. જે બાદ ડેમની ઊંચાઈ વધારવાની તમામ કામગીરી પૂર્ણ કરી 17 જૂન, 2017ના રોજ તમામ 30 દરવાજા બંધ કરવામાં આવ્યા હતા. જે બાદ 17 સપ્ટેમ્બર, 2017ના રોજ આ સરદાર સરોવર ડેમ રાષ્ટ્રને અર્પણ કરવામાં આવ્યો હતો.

2017માં રાષ્ટ્રનો અર્પણ થયા બાદ બાદ અત્યાર સુધીમાં કુલ 7 વખત (વર્ષ 2019, 2020, 2022, 2023, 2024, 2025 અને 2026)માં નર્મદા ડેમ તેની મહત્તમ સપાટીએ ભરાયો છે. હાલ 138.68 મીટર (455 ફુટ) સપાટીએ ડેમમાં કુલ જળ સંગ્રહ ક્ષમતા 9460 મિલિયન ઘન મીટર (MCM) પહોંચી છે

સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં જળ વિતરણની સ્થિતિ

ચાલુ ચોમાસા દરમિયાન 'સુજલામ્ સુફલામ્' અને 'સૌની' (SAUNI) યોજના દ્વારા ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં જરૂરિયાત મુજબ તળાવો, ચેકડેમો અને બંધો ભરવા માટે પાણીનું વિતરણ કરવામાં આવ્યું છે.

જે પૈકી સુજલામ સુફલામ્ યોજના અંતર્ગત ચાલુ વર્ષ દરમિયાન 201 MCM (7118 MCFT) પાણી પૂરું પાડીને 1028 તળાવો ભરવામાં આવ્યા છે. જ્યારે સૌની યોજના અંતર્ગત 288 MCM (10189 MCFT) પાણી પૂરું પાડીને 167 તળાવો, 1014 ચેકડેમ અને 45 ડેમ ભરી દેવામાં આવ્યા છે

4 કરોડ પ્રજાને પીવાનું પાણી પૂરું પાડતી યોજના

નર્મદા યોજના દ્વારા રાજ્યના 10,453 ગામો, 191 શહેરો અને 07 મહાનગર પાલિકાઓ મળીને ગુજરાતની આશરે 4 કરોડ પ્રજાને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે

પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા મુખ્યમંત્રીની અપીલ

મુખ્યમંત્રીએ નર્મદાના નીરના વધામણાં કરતાં જણાવ્યું છે કે, અલ-નીનોના વર્ષમાં પણ નર્મદા ડેમ પૂર્ણ સપાટીએ ભરાયો છે, જે સમગ્ર ગુજરાત માટે અત્યંત હરખની બાબત છે

જો કે ચાલુ વર્ષે સમગ્ર નર્મદા બેસિનમાં ઉપલબ્ધ પાણીના જથ્થાને ધ્યાને લેતાં, સામાન્ય વર્ષોમાં ફાળવવામાં આવતા 9 મિલિયન એકર-ફૂટ (MAF) પાણી સામે હાલ આશરે 7.9 મિલિયન એકર-ફૂટ (MAF) પાણી ઉપલબ્ધ છે

આથી આ અમૂલ્ય જળનો ઉપયોગ દરેક નાગરિકે કરકસરપૂર્વક, સમજદારીપૂર્વક અને આયોજનબદ્ધ રીતે કરીને પાણીના દરેક ટીંપાનો મહત્તમ સદુપયોગ કરવો એ આપણી સૌની સામુહિક જવાબદારી છે.