Narmada: નાંદોદમાં તાંત્રિક વિધિ કરીને મહિલા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 10 વર્ષની સજા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 21 Oct 2023 10:41 PM (IST)Updated: Sat, 21 Oct 2023 10:41 PM (IST)
narmada-news-rape-accused-get-10-years-imprisonment-at-nandod

Narmada: નાંદોદ તાલુકાના વેરીશાલપુરાના શેલાભાઈ ભોગીલાલ વસાવાએ તાંત્રિક વિધિ કરી મહિલા પર બળાત્કાર ગુજારતા કોર્ટ 10 વર્ષની કેદ અને 5 હજાર રૂપિયા દંડ ફટકારતો ચુકાદો આપ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, પીડિત મહિલાનો પતિ તેને સારી રીતે રાખતો નહતો. આ બાબતની જાણ તેણીએ ગામના શેલા ભોગીલાલ વસાવાને કરી હતી. જે બાદ શેલા વસાવા મહિલાને નારિયેળમાં જોઈને મેલી વિદ્યા છે કે કેમ? તેમ જણાવી મહારાજ પાસે લઈ ગયો હતો.

જ્યાં મહારાજે મેલી વિદ્યા ના હોવાનું જણાવતા બન્ને પરત ફર્યા હતા. જો કે 15 ફેબ્રુઆરી, 2020ના રોજ મહિલા પોતાના ઘરમાં દીવાબત્તી કરતી હતી, ત્યારે શેલા વસાવાએ તાંત્રિક વિધિ કરીને તેણીને પોતાના વશમાં કરી લીધી હતી અને નજીકના ખેતરમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતુ.

આ કેસ નર્મદા જિલ્લાના એડીશનલ ડિસ્ટ્રીક્ટ જજ એન.એસ સિદ્દીકીની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં કોર્ટે સરકારી વકીલની ધારદાર દલીલો અને દસ્વાવેજી પુરાવાને ધ્યાનમાં રાખીને શેલા વસાવાને 10 વર્ષની સજા અને 5 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.