72મો નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: દિલ્હી બહાર પહેલીવાર કેવડિયા ખાતે યોજાશે ઐતિહાસિક સમારોહ, કાર્તિક આર્યન અને સુપરસ્ટાર મમ્મૂટીને અપાશે પુરસ્કાર

72મો નેશનલ ફિલ્મ એવોર્ડ્સ સમારોહ 22 સપ્ટેમ્બરે પહેલીવાર દિલ્હીની બહાર કેવડિયામાં યોજાશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કાર્તિક આર્યન, મમ્મૂટી, યામી ગૌતમ સહિત 92 કલાકારોને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે એવોર્ડ અપાશે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Tue, 08 Sep 2026 09:36 AM (IST)Updated: Tue, 08 Sep 2026 09:36 AM (IST)
72nd-national-film-awards-kevadia-statue-of-unity-kartik-aaryan-mammootty-gujarat

National Film Awards 2026: ભારતીય સિનેમા જગતનો સૌથી મોટો અને પ્રતિષ્ઠિત ગણાતો 72મો નેશનલ ફિલ્મ એવોર્ડ્સ સમારોહ આ વર્ષે 22 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પૃષ્ઠભૂમિમાં આયોજિત થશે. છેલ્લા 70થી વધારે વર્ષોના ઇતિહાસમાં 1954થી પહેલી વાર આ સમારોહ નવી દિલ્હીની બહાર યોજાવા જઈ રહ્યો છે, આ ભવ્ય કાર્યક્રમમાં ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે સિનેમા જગતના નામી 92 કલાકારો અને કસબીઓને પુરસ્કારો એનાયત કરાશે.

ગુજરાત માટે ગૌરવપૂર્ણ ક્ષણ

કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા એકતાનગર ખાતે આશરે 75 મિનિટના ભવ્ય એવોર્ડ સમારોહ આયોજિત કરાશે. આ ગૌરવશાળી ક્ષણ ગુજરાત અને ખાસ કરીને નર્મદા જિલ્લા માટે વિશેષ સાબિત થશે. વર્ષ 1954માં દેશનો પ્રથમ નેશનલ ફિલ્મ એવોર્ડ્સ સમારોહ દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આયોજિત થયો હતો.

કાર્યક્રમને લઈને વિશેષ વ્યવસ્થા

કેવડિયામાં આયોજિત થનારાં નેશનલ ફિલ્મ એવોર્ડ્સ સમારોહના આયોજનને લઈને નર્મદા જિલ્લા કલેક્ટર ગંગાસિંહની અધ્યક્ષતામાં ખાસ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કાર્યક્રમની વ્યવસ્થા અને રુપરેખાને લઈને વિશેષ ચર્ચા કરાઇ હતી. આ કાર્યક્રમ માટે સ્ટેચ્યુઓ ઓફ યુનિટીના બે એરિયા ખાતે જર્મન એલ્યુમિનિયમ સ્ટ્ર્ક્ચરલ ડોમ તૈયાર કરવામાં આવશે.

આ ડોમમાં 1 હજાર જેટલા મહેમાનો બેસી શકે તેવી ખાસ બેઠક વ્યવસ્થા અને જરુરી માળકાકીય વ્યવસ્થાઓનું વિશેષ આયોજન હાથ ધરનાર છે.

72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના મુખ્ય વિજેતાઓ

આ કાર્યક્રમમાં બોલિવુડ, મલયાલમ અને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારોને એવોર્ડ્સ અપાશે.

  • શ્રેષ્ઠ ફિલ્મ: 'આર્ટીકલ 370'
  • શ્રેષ્ઠ અભિનેત્રી: યામી ગૌતમ (ફિલ્મ: 'આર્ટીકલ 370')
  • શ્રેષ્ઠ અભિનેતા (સંયુક્ત): મમ્મૂટી (ફિલ્મ: 'બ્રહ્મયુગમ') અને કાર્તિક આર્યન (ફિલ્મ: 'ચંદુ ચેમ્પિયન')
  • શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ: 'મારણ' (નિર્દેશક: અભિષેક જૈન)