નર્મદા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ જાહેરઃ ભચરવાળા વોર્ડમાં બે મહિલા ઉમેદવારોને બરાબરીના મત મળ્યા

બાળકીના હાથે ચિઠ્ઠી ઉછાળીને પરંપરાગત પદ્ધતિથી પરિણામ નક્કી કરાયું. બન્ને ઉમેદવારોએ એકબીજાને શુભેચ્છા પાઠવી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 25 Jun 2025 05:43 PM (IST)Updated: Wed, 25 Jun 2025 05:43 PM (IST)
narmada-news-2-woman-candidate-get-eual-votes-in-bhachavala-ward
HIGHLIGHTS
  • નર્મદા જિલ્લાની 112 ગ્રામ પંચાયતોના પરિણામ જાહેર
  • નાંદોદની છોટુભાઈ પુરાણી હાઈસ્કૂલમાં મતગણતરી

Narmada: નર્મદા જિલ્લાની 112 ગ્રામ પંચાયતોના પરિણામ આજે તબક્કાવાર જાહેર થઈ રહ્યા છે. સવારથી જ મતગણતરીના કેન્દ્રો પર બેલેટ પેપરની ગણતરી શરૂ થઈ ગઈ છે.

નાંદોદ ખાતે આવેલા છોટુભાઈ પુરાણી હાઈસ્કૂલમાં મતગણતરીના પ્રથમ રાઉન્ડથી જ ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ખાસ કરીને ભચરવાળા વોર્ડમાં અનોખો પ્રસંગ સર્જાયો હતો, જ્યાં બે મહિલા ઉમેદવારોએ બરાબરીના મત મેળવતા અનોખી પરિસ્થિતિ સર્જાઈ હતી.

બે મહિલા ઉમેદવારોએ સમાન મત મળતા પરંપરાગત પદ્ધતિ મુજબ પરિણામ નક્કી કરવા માટે ચિઠ્ઠી ઉછાળવાનો નિર્ણય લેવાયો હતો. બંને ઉમેદવારોએ પરસ્પર સહમતિથી આ પ્રક્રિયા માટે મંજૂરી આપી હતી.

ચિઠ્ઠી ઉછાળવાની જવાબદારી એક નિર્દોષ બાળકીને આપવામાં આવી હતી. બાળકી દ્વારા નામ ભરેલી ચિઠ્ઠી ખેંચાતાં અંતિમ વિજેતાનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. અંતે, બંને મહિલા ઉમેદવારોએ એકબીજાને શુભેચ્છા આપી હતી જ્યારે વિજેતા મહિલા સમર્થકોમાં ખુશીનું માહોલ સર્જાયો હતો.