Narmada: રાજપીપળા ખરીદી કરવા આવેલા તિલકવાડાના બે આરોગ્ય કર્મચારીનું અકસ્માતમાં મોત

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 30 Dec 2023 10:46 PM (IST)Updated: Sat, 30 Dec 2023 10:47 PM (IST)
narmada-news-2-health-worker-died-in-accident-at-rajpipla

Narmada: તિલકવાડા તાલુકાના અગર PHC સેન્ટરમાં એમપીએચડબલ્યુ તરીકે ફરજ બજાવતા બે ગાઢ મિત્રોની ઉજ્જેન ફરવા જવાનું હોય રાજપીપળા ખરીદી કરવા ગયા હતા. જ્યાં રાતના અંધારામાં તેમની મોટરસાયક્લ પથ્થર સાથે અથડાતા બંન્ને મિત્રોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, તિલકવાડા તાલુકાના ગેંગડીયા ગામનો મહેન્દ્ર બારીયા અને સુરવા ગામનો જયરાજ બારીયા તિલકવાડાના અગર ગામના પીએચસી સેન્ટરમાં એમપીએચડબલ્યુ તરીકે ફરજ બજાવી રહ્યા હતા. બન્ને મિત્રોએ પોતાની પત્ની અને બાળકો સાથે આજે 30 ડિસેમ્બરના રોજ ઉજ્જૈન જવાનો પ્લાન બનાવ્યો હતો. આથી આ તેઓ બુલેટ લઈ ગતરોજ રાજપીપળા કપડાની ખરીદી કરવા આવ્યા હતા. જ્યાંથી ખરીદી કરી પરત પોતાનાં ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન રાતના સમયે ગરુડેશ્વરનાં જૂના બંધ બ્રિજ પર એમનો અકસ્માત સર્જાયો હતો.

ગરુડેશ્વરનાં તૂટી ગયેલા જુના બ્રિજને અવર જવર માટે બંધ કર્યો છે અને તેના છેડે મોટા મોટા પથ્થરો મૂકી રસ્તો બંધ કરવામાં આવ્યો છે. જો કે ત્યાં કોઈ જ લાઈટ નહી હોવાથી રાતના અંધારામાં મોટા પથ્થરો સાથે બુલેટ અથડાતા બંને મિત્રોનાં મોત ઘટના સ્થળે જ નીપજ્યા હતા. પોલીસ દ્વારા બન્ને મિત્રોના મૃતદેહોને ગરુડેશ્વર રેફરલ હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાયા બાદ એમનાં પરિવારને સોંપણી કરાઈ હતી.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.