Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારે મેઘમહેર, નર્મદા-ડાંગ જિલ્લામાં ભારે વરસાદ; સાગબારામાં સૌથી વધુ 1.46 ઈંચ

આજે સવારે 6 વાગ્યા પછી ચાર કલાક દરમિયાન રાજ્યના 34 તાલુકામાં હળવો વરસાદ નોંધાયો છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 12 Sep 2026 11:21 AM (IST)Updated: Sat, 12 Sep 2026 11:21 AM (IST)
gujarat-rain-report-today-12-september-narmada-sagbara-receive-highest-37-mm-rainfall-monsoon-2026
Gujarat Rain Report

Gujarat Rain Report, 12 September: સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદી આંકડા અનુસાર, 12 સપ્ટેમ્બરના રોજ સવારે 6:00 વાગ્યાથી 10:0 વાગ્યા સુધીના 4 કલાક દરમિયાન રાજ્યના 34 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં મુખ્યત્વે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના નર્મદા, ડાંગ, તાપી, સુરત, છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, નવસારી અને મહીસાગર જિલ્લાના વિવિધ તાલુકામાં વરસાદી ઝાપટાં પડ્યા છે.

નર્મદાના સાગબારામાં સૌથી વધુ 37 મીમી વરસાદ

રાજ્યમાં સવારે 6:0 વાગ્યાથી 10:00 વાગ્યા દરમિયાન સૌથી વધુ વરસાદ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં 37 મીમી નોંધાયો છે. જેમાં સવારે 6:00 કલાકથી 8:00 કલાક વચ્ચે 33 મીમી અને બાદમાં 4 મીમી વરસાદ વરસ્યો હતો. બીજા ક્રમે ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં સવારે 8:00 વાગ્યાથી 10:00 વાગ્યા સુધી માત્ર 2 કલાકમાં 30 મીમી વરસાદ નોંધાયો છે.

તાપી અને નર્મદાના અન્ય તાલુકામાં નોંધાયેલ વરસાદ

તાપી જિલ્લાના ઉકાઈમાં 23 મીમી અને ઉચ્છલમાં 17 મીમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત નર્મદા જિલ્લાના ચિકડા તાલુકામાં 11 મીમી તથા તાપી જિલ્લાના સોનગઢમાં 11 મીમી વરસાદ પડ્યો હતો. તેમજ સુરત જિલ્લાના ઉમરપાડા અને ડાંગ તાલુકામાં 7-7 મીમી વરસાદ નોંધાયો છે. નર્મદાના તિલકવાડા, તાપીના નિઝર અને છોટાઉદેપુરના જેતપુર પાવી તાલુકામાં 6-6 મીમી વરસાદ વરસ્યો છે.

વડોદરા, પંચમહાલ અને અન્ય જિલ્લામાં હળવા ઝાપટા

અન્ય તાલુકાઓની વાત કરીએ તો વડોદરાના સિનોર, નર્મદાના ડેડિયાપાડા અને ગરૂડેશ્વર તથા તાપીના કુકરમુંડા તાલુકામાં 5-5 મીમી વરસાદ નોંધાયો છે. પંચમહાલના જાંબુઘોડા, છોટાઉદેપુરના નસવાડી અને બોડેલીમાં 4-4 મીમી વરસાદ પડ્યો છે. આ સિવાય દાહોદ, વડોદરા, નર્મદા, ભરૂચ, તાપી અને છોટાઉદેપુર જિલ્લાના વિવિધ તાલુકામાં પણ વરસાદ નોંધાયો છે.