એકતા નગરમાં 17 ઓક્ટોબરથી શરૂ થશે ‘એકતા પ્રકાશ પર્વ-2026’, 7.6 કિમીનો વિસ્તાર 3 મહિના સુધી રોશનીથી ઝળહળશે

સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ખાતે 17 ઓક્ટોબરથી 3 મહિના સુધી ‘એકતા પ્રકાશ પર્વ-2026’ યોજાશે. 7.6 કિમી વિસ્તારમાં થીમ આધારિત લાઈટિંગથી ભારતીય સંસ્કૃતિ ઝળહળશે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 15 Oct 2026 10:58 PM (IST)Updated: Thu, 15 Oct 2026 10:58 PM (IST)
ekta-prakash-parv-2026-ekta-nagar-lights-up-for-3-months

Ekta Prakash Parv 2026: સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દેશની સાંસ્કૃતિક વિવિધતા, સમૃદ્ધ વારસો અને આધુનિક ભારતની પ્રગતિને રોશનીના રંગોમાં નિહાળવાની એક સુવર્ણ તક આકાર લઈ રહી છે. ગત વર્ષે મળેલી અભૂતપૂર્વ સફળતા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એકતાનગર ખાતે આગામી 17 ઓક્ટોબર, 2026થી 15 જાન્યુઆરી, 2027 સુધી સતત ત્રણ મહિના માટે ‘એકતા પ્રકાશ પર્વ-2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

રાષ્ટ્રીય એકતા દિવસ, ભારત પર્વ અને દીપોત્સવીના પાવન પર્વોને અનુલક્ષીને આશરે 7.6 કિલોમીટરના વિશાળ વિસ્તારને થીમ આધારિત રોશની અને ઝગમગાટથી સજાવવામાં આવશે. આ આખો પ્રકાશોત્સવ ઇન્ડોર અને આઉટડોર એમ બે મુખ્ય વિભાગોમાં વહેંચાયેલો રહેશે, જે પ્રવાસીઓને અદભુત અનુભવ કરાવશે.

naidunia_image

ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમનો સાંસ્કૃતિક સંગમ

ઇન્ડોર સેક્શનમાં દેશના ચાર પ્રાદેશિક ઝોન (ઉત્તર, પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ) દ્વારા ભારતીય સ્થાપત્ય અને લોકકળાને ઉજાગર કરવામાં આવશે-

ઉત્તર ભારત: હિમાલયી સંસ્કૃતિ, રામ મંદિર, પંજાબના લોકનૃત્યો અને રાજસ્થાની કળા.

પૂર્વ ભારત: આસામનું બિહુ નૃત્ય, ઓડિશાની સ્થાપત્યશૈલી અને બંગાળનો વૈવિધ્યસભર વારસો.

પશ્ચિમ ભારત: ગુજરાતના ગરબા, કચ્છની હસ્તકળા, રાણી કી વાવ અને મહારાષ્ટ્રની પરંપરા.

દક્ષિણ ભારત: મીનાક્ષી મંદિર, હમ્પીની ગોપુરમ કળા, કેરળની પ્રસિદ્ધ બોટ રેસ અને અન્ય પ્રતીકો.

11 વિશેષ થીમ પર રોશનીનો ઝગમગાટ

આઉટડોર વિસ્તારમાં ‘ભારત—સોને કી ચીડિયા’, ‘સમય કા ચક્ર’, પ્રકાશિત મૂર્તિઓ, ટનલ લાઈટ્સ, કલરફુલ બલૂન અને યોગ આધારિત આર્ટવર્ક પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ બનશે. આ ઉપરાંત ભારતની આધુનિક ટેકનોલોજી, મહિલા સશક્તિકરણ, સુરક્ષા દળોની શૌર્યગાથા તેમજ સ્પેસ અને સાયન્સ આધારિત લાઈટિંગ ઇન્સ્ટોલેશન્સ પણ રજૂ કરાશે. બાળકો માટે મશરૂમ, જળચર સૃષ્ટિ અને પ્રાણીઓના રૂપમાં ઝગમગતા આર્ટિકલ્સ તૈયાર કરવામાં આવ્યા છે.

naidunia_image

naidunia_image

7.6 કિલોમીટર સુધી રોશનીની ભવ્ય સજાવટ

એકતા દ્વારથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના મુખ્ય માર્ગ પર આવેલા વૃક્ષો, ઇમારતો, લાઈટિંગ પોલ્સ અને ગેન્ટ્રી મોટિફ્સને અનોખી રોશનીથી શણગારવામાં આવશે. આ ઉપરાંત, સરદાર સરોવર નર્મદા ડેમ વ્યૂ-પોઈન્ટ-1 પરથી પ્રવાસીઓ ખાસ ડાયનેમિક લાઈટ એન્ડ સાઉન્ડ શોનો પણ આનંદ માણી શકશે. ત્રણ મહિના સુધી ચાલનારો આ ઉત્સવ એકતાનગરના પ્રવાસનમાં એક નવો જ પ્રાણ પૂરોશે.

જુઓ થીમ આધારિત રોશનીઓ

naidunia_image

naidunia_image

naidunia_image

naidunia_image

naidunia_image

naidunia_image

naidunia_image

naidunia_image

naidunia_image