72nd National Film Awards In Gujarat: એકતાનગરમાં બૉલિવૂડ-સાઉથ સ્ટાર્સનો જમાવડો, સ્થાનિક આદિવાસી નૃત્ય સાથે કલાકારોનું ભવ્ય સ્વાગત

72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહનું આયોજન પ્રથમ વખત દિલ્હી બહાર ગુજરાતના એકતાનગર ખાતે થઈ રહ્યું છે. બોલિવૂડ અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જે ગુજરાતના પર્યટનને વેગ આપશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Mon, 21 Sep 2026 05:50 PM (IST)Updated: Mon, 21 Sep 2026 05:50 PM (IST)
72nd-national-film-awards-in-gujarat-south-and-bollywood-stars-gather-at-ektanagar

72nd National Film Awards Ektanagar: વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' ખાતે ભારતીય સિનેમાના સૌથી પ્રતિષ્ઠિત એવા 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

ઇતિહાસમાં પ્રથમ વખત રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહનું આયોજન દેશની રાજધાની દિલ્હીની બહાર ગુજરાતના નર્મદા જિલ્લા સ્થિત એકતાનગર ખાતે થઈ રહ્યું છે, જેને લઈને સમગ્ર દેશના ફિલ્મ શોખીનો અને સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે બોલિવૂડ તેમજ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા કલાકારો અને ટેકનિશિયનોનું વડોદરા એરપોર્ટ અને એકતાનગર ખાતે આગમન શરૂ થઈ ગયું છે. વડોદરા એરપોર્ટ પર ઉતરાણ કર્યા બાદ તમામ હસ્તીઓ રોડ માર્ગે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે રવાના થઈ હતી.

એરપોર્ટ પર આગમન કરનારા અગ્રણીઓમાં તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા લેખક અને રાજ્યસભાના સાંસદ કે. વી. વિજયેન્દ્ર પ્રસાદ, સાઉથ ફિલ્મોના સુપ્રસિદ્ધ મ્યુઝિક ડાયરેક્ટર જી. વી. પ્રકાશ તેમજ તમિલ ફિલ્મોના જાણીતા કોરિયોગ્રાફર કલા માસ્ટર સહિતના મહાનુભાવોનો સમાવેશ થાય છે.

naidunia_image

કાર્તિક આર્યન, રણદીપ હુડ્ડા અને યામી ગૌતમ એકતાનગર પહોંચ્યા

આ ઉપરાંત બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન, રણદીપ હુડા, અભિનેત્રી યામી ગૌતમ અને સાઉથના સુપરસ્ટાર મમ્મૂટી સહિત અનેક કલાકારો પણ એકતાનગર પહોંચી ચૂક્યા છે.

એકતાનગરની વિવિધ હોટલોમાં આવી પહોંચેલા મહેમાનોનું પરંપરાગત રીતે આરતી, તિલક, પુષ્પહાર અને સ્થાનિક આદિવાસી નૃત્યના તાલે અત્યંત ભાવભીનું અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

naidunia_image

વડોદરા એરપોર્ટ અને નર્મદા પહોંચેલા કલાકારોએ ગુજરાતના આતિથ્યસતકારની મુક્ત મને પ્રશંસા કરી હતી. તેમણે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, દિલ્હી બહાર પ્રથમ વખત રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડનું આયોજન થઈ રહ્યું છે અને તે પણ સરદાર વલ્લભભાઈ પટેલના સાનિધ્યમાં યોજાઈ રહ્યું છે, જે તમામ કલાકારો માટે અત્યંત ગૌરવ અને આનંદની ક્ષણ છે.

હાઇ-પ્રોફાઇલ ફિલ્મી સિતારાઓ અને દેશ-વિદેશના મહેમાનોના આગમનને પગલે તંત્ર દ્વારા એકતાનગર ખાતે સુરક્ષા વ્યવસ્થા અત્યંત સઘન અને ચાંપતી બનાવી દેવામાં આવી છે. આ સમારોહથી ગુજરાતની સંસ્કૃતિ અને ટૂરિઝમને આંતરરાષ્ટ્રીય સ્તરે એક નવી ઓળખ મળશે.