Dakor holi festival: રણછોડજી મંદિર ડાકોર દ્વારા ભક્તો માટે પ્રભુના દર્શનનો સમય, મંગળા આરતી, તેમજ પ્રસાદ ક્યાંથી મળશે અને તા.06, તા.07 અને તા.08 માર્ચ 2023 આ ત્રણ દિવસ દરમિયાન મંદિરમાં ફાગણી પુનમના લીધે ભાક્તોનો ભારે ધસારો જોવા મળે છે તેને ધ્યાનમાં રાખીને મંદિર દ્વારા ભક્તો માટે હોળી ઉત્સવને ધ્યાનમાં રાખી અગત્યની જાહેરાત કરવામાં આવી છે.
ફાગણ સુદ 14, તા.06/03/23 સોમવારનાં રોજ રણછોડજી મંદિર, ડાકોર ખાતે સવારે 05:00 વાગે મંગળા આરતી થશે, સવારે 05:00 થી 08:00 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે; સવારે 08:30 થી 01:00 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે; બપોરે 01:30 થી 02:30 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે; બપોરે 03:45 વાગે ઉત્થાપન આરતી થશે;બપોરે 03:45 થી 05:30 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે;સાંજે 05:45 થી 08:00 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે;રાત્રે 08:45 થી દર્શન ખુલી ત્યારબાદ અનુકૂળતા મુજબ દર્શન થશે, ત્યારબાદ રણછોડરાયજી મહારાજ પોઢી જશે.
ફાગણ સુદ 15, (પૂનમ) તા.07/03/2023ને મંગળવારના રોજ રણછોડજી મંદિર, ડાકોર, ખાતે સવારે 04:00 વાગે મંગળા આરતી થશે, સવારે 04:00 થી 07:30 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે; સવારે 08:00 થી 02:30 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે; બપોરે 03:00 થી 05:30 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે; સાંજે 06:00 વાગે ઉત્થાપન આરતી થશે; સાંજે 06:00 થી 08:00 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે; રાત્રે 08:15 વાગે શયનભોગ આરતી થઈને નિત્યક્રમાનુસાર સેવા થઈ સખડીભોગ આરોગી રણછોડરાયજી મહારાજ અનુકૂળતાએ પોઢી જશે.
ફાગણ વદ 1, (દોલોત્સવ), તા.08/03/2023ને બુધવાર ના રોજ રણછોડજી મંદિર, ડાકોર ખાતે સવારે 05:15 વાગે મંગળા આરતી થશે, સવારે 05:15 થી 08:30 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે; સવારે ૦૯:00 થી 01:00 વાગ્યા સુધી ગોપાલ લાલજી મહારાજ ફુલડોળમાં બિરાજશે; ફુલડોળના દર્શન થશે;બપોરે 01:00 થી 02:00 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે; સાંજે 03:30 થી 04:30 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે; સાંજે 05:15 વાગે ઉત્થાપન આરતી થઇ, નિત્યક્રમાનુસાર શયનભોગ, સખડીભોગ આરોગી, દર્શન ખુલી અનુકૂળતાએ રણછોડરાયજી મહારાજ પોઢી જશે.
આ ઉપરાંત તા.06-07 અને 08, માર્ચ 2023નાં રોજ દર્શનાર્થીઓ માટે હોળી ઉત્સવને ધ્યાનમાં રાખી અગત્યની જાહેરાત કરવામાં આવી છે. જેમાં નિજ મંદિર પ્રવેશ બંધ રહેશે; તારીખ 06/03/23, 07/03/23, 08/03/23, સુધી પરિક્રમા બંધ રહેશે; તારીખ 06/03/23 થી 08/03/23ના દિવસે બહારના રાજભોગ ગાયપૂજા તેમજ તુલા બંધ રાખેલ છે; તારીખ 06/03/23 થી 08/03/23 ભેટ સ્વીકારવાનું તેનો સત્કાર સ્વરૂપે સમાધાન પ્રસાદ મેળવવાના સ્થળો આ મુજબ છે, મંદિર બહાર નીકળવાના દરવાજાની ડાબી બાજુએ; લક્ષ્મીજી મંદિરમાં; શ્રીજીની ગૌશાળામાં; ખેડાવાળની ખડકી પાસે; ધજા મોટા દરવાજા બહાર ચોગાનમાં સ્વીકારવાની અલગ વ્યવસ્થા કરી છે.
ધજા ઘુમ્મટમાં લઈ જવાનો આગ્રહ રાખવો નહીં; બુટ ચપ્પલ પગરખાં પહેરીને મંદિર પ્રવેશ કરવો નહીં; રામઢોલ લઈને મંદિરમાં પ્રવેશ કરવો નહીં; શ્રી ઠાકોરજીના દર્શન માટે એલ.ઈ.ડી. વોલ ચારેય બાજુ ગોઠવેલ છે; આગામી ચૈત્ર સુદ પૂનમ તારીખ 06/04/2023ને ગુરુવારના રોજની છે.તેમજ રણછોડજી મંદિર, ડાકોર દ્વારા ભક્તો માટે પ્રભુના ઓનલાઈન દર્શન માટે ranchhodraiji.org વેબસાઈટ તેમજ યુ ટ્યુબ લાઈવ દર્શન માટે Shri Ranchhodraiji Live Darshan, Dakor Temple જાહેર કરાઈ છે.