Kheda News: ગુજરાતમાં દારુબંધીના કડક અમલીકરણ માટે ગુજરાત પોલીસે કડક કાર્યવાહી કરે છે. આ કડીના ભાગરુપે ખેડા જિલ્લા પોલીસે નડિયાદ પાસેના ગુતાલ ગામ ખાતે વહેલી સવારથી બુટલેગરો અને ગેરકાયદેસર ધમધમતા દેશી દારુના અડ્ડા પર મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. પોલીસની આ ઓચિંતી રેડથી સમગ્ર વિસ્તારના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
પોલીસની 10 ટીમોએ ગામ ઘેર્યુ
આ પણ વાંચો
આ સર્ચ ઓપરેશન દરમિયાન, પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વહેલી સવારૈ 5.30 વાગ્ચાથી શરુ કરવામાં આવ્યું હતું. બુટલેગરો નાસી ન છૂટે તે માટે પોલીસે ખાસ વ્યૂહરચના અમલમાં મૂકી હતી. પોલીસે ગુતાલ ગામના તમામ અવરજવરના માર્ગોને સીલ કરી દીધા હતા. આ મેગા ઓપરેશનમાં 100 પોલીસ કર્મચારીઓ પણ જોડાયા હતા. પોલીસની સાથે સાથે એલસીબી, સાયબર સેલ, નડિયાદ ટાઉન પોલીસની ટીમો દરોડામાં જોડાઈ હતી.
હજારો લિટર દારુ અને વોશ ઝડપાયો
ખેડા પોલીસે ગુતાલ ગામને ચારેય બાજુથી કોર્ડન કરી શંકાસ્પદ અડ્ડાઓ અને બુટલેગરોના ઘરો પર દરોડા પાડ્યા હતા. આ રેડ દરમિયાન દેશી દારુ બનાવવા માટે વપરાતો હજારો લિટર દેશી દારુ અને વોશનો જથ્થો કબ્જે કરીન 12 જેટલા ગુનાઓ નોંધવાની કાર્યવાહી શરુ કરી છે.
નંબર પ્લેટ વિનાની ગાડીઓ ડિટેઇન કરાઈ
દરોડા દરમિયાન દારૂના જથ્થા ઉપરાંત બુટલેગરોના સ્થળો પરથી નંબર પ્લેટ વગરના અનેક વાહનો પણ મળી આવ્યા છે, જેને પોલીસે તાત્કાલિક કબ્જે કરી ડિટેઇન કર્યા છે. ખેડા જિલ્લા પોલીસ વડા દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવતા તત્વો સામે આવી કડક કાર્યવાહી આગળ પણ યથાવત્ત રહેશે.
