Kheda: વડતાલ ખાતે શ્રીજીના ઐશ્વર્યનું નવું સરનામું અને દેશનું બેનમૂન નજરાણું આકાર લઈ રહ્યું છે, જુઓ 'અક્ષરભુવન'ની અલૌકિક તસવીરો

અક્ષરભુવન મ્યુઝિયમ ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે મહત્વની ભૂમિકા ભજવશે, જે ગુજરાત માટે ગૌરવની વાત છે. ભગવાન સ્વામિનારાયણ તેમના જીવનકાળમાં 40 વખત અહીં આવ્યા હતા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 08 Nov 2024 06:53 PM (IST)Updated: Fri, 08 Nov 2024 06:53 PM (IST)
kheda-news-pictures-of-aksharbhuvan-construction-at-swaminarayans-vadtal-dham

Kheda: સ્વામિનારાયણ ભગવાનના અવતારીય ઐશ્વર્યની સાક્ષી રહેલ ભૌતિક વસ્તુઓના ખજાનાસમુ શ્રીસ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની એવા તીર્થરાજ વડતાલ ધામના પવિત્ર ગોમતીજીના તટે નિર્માણાધિન અલૌકિક અક્ષરભુવનનો મનમોહક 3D વીડિયો છે. આ વીડિયો એક વર્ષથી વધુની મહેનતે તૈયાર કરાયો છે.

naidunia_image

વર્ષોથી ગુજરાત ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓનું પ્રતીક રહ્યું છે. અક્ષરભુવન મ્યુઝિયમ ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે એક મહત્વની ભૂમિકા ભજવશે, જે ગુજરાત માટે ગૌરવની વાત છે. ભગવાન શ્રીસ્વામિનારાયણ તેમના જીવનકાળમાં 40 વખત અહીં આવ્યા હતા.

naidunia_image

આથી ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા ઉપયોગમાં લેવાયેલી વસ્તુઓને લાંબા સમય સુધી સાચવવા અને દૃશ્યમાન રાખવા માટે, મંદિર પ્રશાસને એક વિશાળ સંગ્રહાલય બનાવવાનો નિર્ણય લીધો, જે આધ્યાત્મિકજગતની સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવશે.

naidunia_image

આટલા મોટા ભવ્ય મ્યુઝિયમની ખાસિયત એ છે કે આ બિલ્ડિંગમાં ક્યાંય સિમેન્ટ અને લોખંડનો ઉપયોગ કરવામાં આવતો નથી. સિમેન્ટની જગ્યાએ આપણી પ્રાચીન પદ્ધતિથી શાસ્ત્રોક્ત રીતે ગુગળ, ગોળ, હરડે, અડદનો લોટ, રેતી અને પાણીના મિશ્રણને 100 વાર ઘંટીમાં પીસીને તેમાંથી સંપૂર્ણ મ્યુઝિયમ તૈયાર થશે.

naidunia_image

આ મ્યુઝીયમમાં 1209 સ્તંભ, 1525 કમાનો, 1920 ફૂટ લાંબો મંડોવર, 74 ઘુમ્મટ, 23 સામરણ અને 1 મુખ્ય ગુંજબ જેના કેન્દ્રમાં સ્વામિનારાયણ ભગવાનની 16 ફૂટ ઊંચી પંચધાતૂની મૂર્તિ વિરાજિત થશે અને 24 અવતારને રિપ્રેઝન્ટ કરતાં વિશાળ મ્યુઝિયમ હોલ બનાવાશે. આ ઉપરાંત સ્વાગત કક્ષ (ઈન્ફોર્મેળન ડેસ્ક) સંત આશ્રમ અને હાઈટેક કન્ઝર્વેશન લેબોરેટરી પણ બનાવવામાં આવશે.

naidunia_image

2,85,000 સ્ક્વેર યાર્ડમાં આકાર લઈ રહેલાં અક્ષર ભુવનનું બાંધકામ અસલ ભારતીય પરંપરા મુજબ કરવામાં આવી રહ્યું છે. આ આખું મ્યુઝિયમ 2 હજાર વર્ષ સુધી અડીખમ રહેશે. આખા મ્યુઝિયમ ફરતે 18 ફૂટની 5 ફૂટ પહોળી ગ્રેનાઈટ તથા સેન્ડ સ્ટોનની દીવાલ બની રહી છે અને દોઢ ફૂટની ઉંડાઈના લાલ પથ્થરની જગતીનું કામ થશે. જ્યારે પાયાનું કામ પૂર્ણ થયું ત્યારે સ્ટ્રક્ચર તથા જમીનની સ્ટેબિલીટી ચકાસવા માટે 1200 ટનથી વધુ વજન મૂકી જેકથી પ્રેશર ચેક કર્યું હતું. જેમાં પાયો એમને એમ જ રહ્યો હતો તેમાં જરાપણ અસર થઈ નહોતી. એટલે એના પરથી કહી શકાય કે, ગમે એવો ભૂકંપનો ઝટકો પણ અક્ષર ભુવનના બિલ્ડિંગને જરાપણ અસર કરશે નહીં.

naidunia_image

મ્યુઝિયમના લેન્ડસ્કેપિંગમાં કમળની ડિઝાઈનમાં નવધા ભક્તિનાં દર્શન લોકો કરી શકશે. આ કમળની દરેક પાંખડી પર 16-16 ફૂટની પ્યોર બ્રાસની મૂર્તિ અને તેની વચ્ચોવચ સ્વામિનારાયણ ભગવાનની 49 ફૂટ ઊંચી મૂર્તિ મૂકવામાં આવશે. કોલમની વચ્ચે 564 કમાન લગાવ્યા છે. જેમાંથી 400થી વધુ કમાનનું ફિટિંગ થઈ ગયું છે અને બીજા કમાન લગાવવાનું ચાલી રહ્યું છે. આ અક્ષર ભુવનનું કામ આશરે ચાર વર્ષમાં પૂર્ણ થઈ જશે તેવી પ્રબળ શક્યતા છે.

આ અક્ષરભુવનમાં ભગવાન સ્વામિનારાયણના જીવનમાં ઉપયોગમાં આવેલી 5000થી વધુ વસ્તુઓ જેવી કે સુવર્ણ પિચકારી, તીર અને ધનુષ, ધરમપુરના રાજમાતા કુશળ કુંવરબાએ આપેલો જરીનો ગૂંથેલો મુગટ, ગાયકવાડ સરકારે અર્પણ કરેલો નવલખો હાર, સ્વામિનારાયણ ભગવનનાં નખ, અસ્થિ, કેશ, ચરણરજ, મોજડી, ખેસ,51 વાટની આરતી, શાલ, સહિતની વસ્તુ લોકો માટે પ્રદર્શિત કરવામાં આવશે.