Kheda News: પહેલાનાખેડૂતો ફક્ત ભોજન માટે જ ખેતી કરતા. સીમિત સંસાધનો હોવાથી માત્ર ઘરના સભ્યો પોતાની ભૂખ ભાંગી શકે તેટલું જ અનાજ માંડ ઉગી શકતું હતું. પરંતું આધુનિક યુગમાં ખેતી ક્ષેત્રે અવનવા પ્રયોગો અને ટેક્નોલોજી વિકસી. જેથી હવે ખેડૂતો પણ ખેતીમાં પરંપરાગત ખેતીથી હટીને નવતર પ્રયોગો કરી રહ્યા છે. આવા જ એક ખેડૂતની વાત આજે કરવાની છે. ખેડાના સમાદ્રા ગામના પ્રગતિશિલ ખેડૂત ચેતન જોશીએ ખેતી ક્ષેત્રે નવો જ પ્રયોગ કરીને સૌ કોઈને ચોંકાવી દીધા છે.
સમાદ્રા ગામના ખેડૂતનો નવતર પ્રયોગ
સમાદ્રા ગામના રહેવાસી ચેતન જોશીએ બટાકાની પરંપરાગત ખેતીથી હટીને નવતર પ્રયોગ કર્યો છે. આમ જોઈએ તો, બટાકા જમીનની અંદર ઉગે છે. પરંતુ ખેડૂતે વેલા પર બટાકા ઉગાડી બતાવ્યા છે. આ એવા બટાકા છે. જેને જૈન સમાજના લોકો પણ ખાઈ શકે છે. ખેડૂતે સમાદ્રા ગામમાં ધરોહર ફાર્મ ખાતે જૈન બટાકાની ખેતીનો પ્રાયોગિક ધોરણે શરુઆત કરીને બટાકાના ચાર રોપાનું વાવેતર કર્યું. વધુમાં તેઓએ જણાવ્યું કે, જો આ પ્રયોગનું રિઝલ્ટ સારુ જણાશે તો. આગામી સમયમાં વધુ જમીનમાં આ વિશિષ્ટ બટાકાનું વાવેતર કરવામાં આવશે.
જૈન બટાકા વિશે શું કહ્યું ખેડૂતે?
આ અંગે વિગતે વાત કરતાં ખેડૂતના જણાવ્યા પ્રમાણે, આ રોપા ભેટમાં મળ્યા પછી તેઓએ તેનું વાવેતર કર્યું. આ પ્રયોગનો જ એક ભાગ હતો. હાલ ચાર બટાકાન રોપામાંથી ત્રણેક જેટલા રોપા પર અંદાજે 50 જેટલા બટાકા લટકી રહ્યા છે. આ નવા પ્રયોગના ઉદ્દેશ્યની વાત કરતાં ખેડૂતે જણાવ્યું કે, આ પ્રયોગનો મહત્વનો અને મુખ્ય હેતુ ખેડા જિલ્લાની આબોહવા અને જમીન આ બટાકાના વાવેતરને લાયક છે કે નહીં. આ રોપાનું વાવેતર ત્રણ મહિના પહેલા જ કરાયું હતું. હાલ વેલ પર ઉગેલા બટાકા ખાવાલાયક છે.
જૈન લોકો માટે બની શકે નવો વિકલ્પ
જૈન સમાજના નિયમ પ્રમાણે જૈનો જમીનમાં ઉગતા શાકભાજી ખાતા નથી. જેમાં બટાકાનો પણ સમાવેશ થાય છે. આથી વેલા પર ઉગતા બટાકા જમીનમાં નથી ઉગતા આથી કંદમૂળ ન ખાઈ શકનારા લોકો પણ આ બટેકા આરોગી શકશે. બટાકાની ગુણવત્તા ચકાસવા માટે ખેડૂત પાસથી જાણ્યા મુજબ, જમીનમાંથી ઉગતા બટાકાની સરખામણીમાં જૈન બટાકામાં પોષણક્ષમ તત્વો કેટલા છે. તે માટે લેબ ટેસ્ટ કરવાનું આયોજન કર્યું છએ. આથી બટાકાના વિકાસ પર નજર રહેશે.
