Morbi: સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજનું નવું બંધારણ ઘડાયું, લગ્નમાં માત્ર ભાયું કુટુંબ પુરતો જ જમણવાર રાખવો; ભંગ કરનારને દંડ

મરણ પ્રસંગે લૌકિક ક્રિયા (બેસણું) માત્ર 3 દિવસ જ રાખવાનું રહેશે. તેમજ મહિલાઓ દ્વારા છાજિયા લેવા (કોટ કણ કરવા) પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Mon, 04 May 2026 05:27 PM (IST)Updated: Mon, 04 May 2026 05:27 PM (IST)
morbi-news-new-social-constitution-of-rabari-samaj-limits-on-wedding-expenses-announced
HIGHLIGHTS
  • સગાઈમાં રોકડા રૂ.3 લાખ અને 7 તોલા સુધી સોનાની લિમિટ
  • મામેરામાં સગા મામા-માસીને જ પહેરામણી આપવી દેરાણી જેઠાનીના વહેવાર બંધ

Morbi: સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ સમરસ યુવા સંગઠન દ્વારા મોરબીના લીલાપર કેનાલ રોડ પર રબારી સમાજ મહાસંમેલન યોજાયું હતું. જેમાં રબારી સમાજનું સામાજિક બંધારણ તૈયાર કરવામાં આવ્યું હતું.

મચ્છુ કાંઠા રબારી સમાજના સામાજિક બંધારણના નિયમોની વાત કરીએ તો, દીકરા-દીકરીની સગાઇ કરતી વખતે લેતીદેતીની પ્રથામાં રોકડ રકમ વધુમાં વધુ 3 લાખ અને ઘરેણા વધુમાં વધુ 7 તોલા લઇ શકાશે. આ નિયમ ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે, જેમાં 3 લાખથી વધુ રૂપિયા લીધા હશે તો તમામ રૂપિયા નાતના સામાજિક કાર્યમાં આપવાના રહેશે અને બાદમાં બંને પક્ષે રૂ 1-1 લાખ દંડ ચૂકવવાનો રહેશે.

જલ અને ચુંદડીના પ્રસંગમાં સાદાઈ

સગાઈ પછી જ્યારે ’જલ’ નો પ્રસંગ આવે ત્યારે શુકન પેટે માત્ર 500 રૂપિયા જ આપવાના રહેશે, બાકીની હરખ પ્રથા અને લેવડદેવડ સંપૂર્ણ બંધ રહેશે. જલ પછી જ્યારે કપડાં આપવા જાય ત્યારે માત્ર 3 જોડી કપડાં, સાંકળા અને દાણો જ આપવાનો રહેશે, અન્ય કંઈ નહીં. જો આ નિયમ તૂટશે તો બંને પક્ષે 11,000 રૂૂપિયાનો દંડ લાગશે.

એવી જ રીતે, ’ચુંદડી’ ના પ્રસંગમાં પણ શુકન રૂપે માત્ર 3 જોડી કપડાં, સાંકળા અને દાણો જ આપી શકાશે. આ નિયમનો ભંગ કરવા પર બંને પક્ષે 21,000 રૂપિયા દંડ ભરવો પડશે.

naidunia_image

લગ્ન લખે ત્યારે દીકરી પક્ષેથી વધુમાં વધુ 7 વ્યક્તિએ જવું અને દીકરા પક્ષે અન્ય સગા વ્હાલાઓ તેડાવવા નહિ. નેહડાનો જમણવાર કરવો નહિ. માત્ર ભાયું કુટુંબ પુરતો જમણવાર રાખવો, જે નિયમ ભંગ બદલ રૂ 11,000 દંડ ચૂકવવાનો રહેશે. લગ્નમાં છાબની ખરીદી માટે વધુમાં વધુ રૂ 51,000 રોકડા આપી દેવા નિયમ ભંગ બદલ બંને પક્ષે અલગ અલગ રૂ 50,000 દંડ ચૂકવવાનો રહેશે.

લગ્નના મામેરામાં સગા મામા-માસીને જ પહેરામણી આપવી દેરાણી જેઠાનીના મામેરા સદંતર બંધ, વળતર પ્રથા પર પ્રતિબંધ જે નિયમ ભંગ કરનાર માંમેરીયા અને ધરઘણી એમ બંને પક્ષે રૂ 11,000 દંડ માતાજીના માંડવામાં વેવાર પ્રથા સદંતર બંધ નિયમ ભંગ બદલ રૂ 51,000 દંડ ભરપાઈ કરવાનો રહેશે.

તેમજ વસ્તુપૂજન અને હવન સહિતના નાના પ્રસંગોમાં માત્ર સાસરિયાઓનો જ વહેવાર લેવો અન્ય કોઈપણ સગા વ્હાલાઓને વેવાર લેવો નહિ સાસરિયા સિવાય કોઈનો પણ વેવાર લેશે તો રૂ 11,000 દંડ ભરપાઈ કરવાનો રહેશે.

લગ્નમાં છાબની ખરીદી માટે વધુમાં વધુ 51,000 રૂપિયા રોકડા આપી દેવાના રહેશે. આ નિયમનો ભંગ કરવા પર બંને પક્ષે અલગ-અલગ 50,000 રૂપિયાનો દંડ લાગશે. મામેરામાં માત્ર સગા મામા-માસીને જ પહેરામણી આપવાની રહેશે. દેરાણી-જેઠાણીના મામેરા અને વળતર પ્રથા સદંતર બંધ કરી દેવાઈ છે. જો કોઈ આ કરશે તો મામેરું લાવનાર અને ઘરધણી એમ બંને પક્ષે 11,000 રૂપિયા દંડ લાગશે.

મરણ પ્રસંગે લૌકિક વાર ત્રણ જ રાખવા અને પાણી ઢોર પછી કોઈએ લૌકીકે જવું નહિ મરણ પ્રસંગે મહિલાઓએ કોટ કણ કરવી નહિ (સદંતર પ્રતિબંધ) દાળામાં બને ત્યાં સુધી સાદું ભોજન રાખવાનો આગ્રહ રાખવો શ્રાદ્ધ તેમજ રખ પાંચમની વિધિમાં કુટુંબ અને બહેન દીકરીઓ સિવાય અન્ય કોઈ સગા વ્હાલાઓ તેડાવવા નહિ.

માતાજીના માંડવામાં વ્યવહાર (વેવાર) પ્રથા સદંતર બંધ કરવામાં આવી છે, જો નિયમ તૂટ્યો તો 51,000 રૂપિયાનો દંડ થશે. વાસ્તુ પૂજન કે હવન જેવા નાના પ્રસંગોમાં પણ ફક્ત સાસરિયાઓનો જ વ્યવહાર લેવાનો રહેશે. સાસરિયા સિવાય અન્ય કોઈનો વ્યવહાર લેશે તો 11,000 રૂપિયા દંડ ભરવો પડશે.

મરણ પ્રસંગે લૌકિક ક્રિયા (બેસણું) માત્ર 3 દિવસ જ રાખવાનું રહેશે અને ’પાણી ઢોળ’ વિધિ પછી કોઈએ લૌકિકે જવાનું રહેશે નહીં. મરણ પ્રસંગે મહિલાઓ દ્વારા છાજિયા લેવા (કોટ કણ કરવા) પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો છે.

દાળામાં (મરણ પાછળના જમણવારમાં) બને ત્યાં સુધી એકદમ સાદું ભોજન જ રાખવાનો આગ્રહ કરાયો છે. આ ઉપરાંત, શ્રાદ્ધ અને રાખ પાંચમની વિધિમાં માત્ર ઘરના કુટુંબીજનો અને બહેન-દીકરીઓ સિવાય અન્ય કોઈ સગાં-વહાલાઓને બોલાવવાના રહેશે નહીં.

સગાઈ-લગ્નના લેતીદેતીના નિયમો

નવા નિયમો મુજબ, દીકરા કે દીકરીની સગાઈ વખતે લેતીદેતીમાં હવે વધુમાં વધુ 3 લાખ રૂપિયા રોકડા અને 7 તોલા જેટલા જ ઘરેણાં આપી શકાશે. જો કોઈએ આ નિયમ તોડીને 3 લાખથી વધુ રકમ લીધી હશે, તો વધારાની પૂરેપૂરી રકમ સમાજના ફંડમાં (સામાજિક કાર્યો માટે) જમા કરાવવી પડશે. આટલું જ નહીં, આવું કરવા બદલ બંને પક્ષે (લેનાર અને આપનાર) 1-1 લાખ રૂપિયાનો દંડ પણ ચૂકવવો પડશે.