Morbi Farmers Protest: '15 દિવસમાં વીજ પોલ નહીં હટે, તો જાતે ઉખાડીને ફેંકી દઈશું'- ધારાસભ્યના ભાઈ કારા અમૃતિયાની ચીમકી; જુઓ VIDEO

ખેડૂતોએ સહેજ પણ ગભરાવવાની જરૂર નથી. આપણે વિરોધના નામે ભજન અને ઢોલ-નગારા બહુ વગાડ્યા, પરંતુ હવે ઠંડા પડવાથી નહીં ચાલે: કારાભાઈ અમૃતિયા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 19 Aug 2026 04:46 PM (IST)Updated: Wed, 19 Aug 2026 04:46 PM (IST)
morbi-news-farmers-protest-against-private-power-companies-over-electric-pole-installation

Morbi Farmers Protest: બે મહિના પહેલા મોરબીના જેતપર ગામમાં ખાનગી વીજ કંપનીઓ દ્વારા ખેતરોમાં ઉભા કરવામાં આવેલા વીજ પોલ અને વીજ લાઈનના વળતર મુદ્દે શરૂ કરવામાં આવેલું ખેડૂતોનું આંદોલન વધારે ઉગ્ર બની રહ્યું છે. પોતાને યોગ્ય વળતર અને ન્યાય મળે તે માટે ખેડૂતો આરપારના મૂડમાં જણાઈ રહ્યા છે, ત્યારે મોરબીના દિગ્ગજ નેતા અને સરકારના કેબિનેટ મંત્રી કાંતિ અમૃતિયાના ભાઈ કારા અમૃતિયાનો એક આક્રામક અંદાજવાળો વીડિયો સામે આવ્યો છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં કારાભાઈ અમૃતિયા ખેડૂતોને કાયદો હાથમાં લેવા માટે તેમજ ખાનગી કંપનીના કર્મચારીઓને માર મારવા માટે આહવાન કરતા સાંભળી શકાય છે.

Guru Nakshatra Parivartan 2026: બુધના નક્ષત્રમાં ગુરુ 4 રાશિઓની કિસ્મત સોના જેમ ચમકાવશે, જાતકોની ધન-સંપત્તિમાં થશે જબરદસ્ત વધારો

કારાભાઈ અમૃતિયાએ ઉગ્ર અંદાજમાં ખેડૂતોને સંબોધન કરતા ખાનગી કંપનીઓને ચેતવણીના સુરમાં જણાવ્યું હતું કે, 15 દિવસની અંદર અમારા ખેતરોમાંથી તમારા થાંભલા પાછા લઈ જજો. જો થાંભલા નહીં લઈ જાવ, તો અમે જાતે જ ઉખાડીને ફેંકી દઈશું.

 

 

કંપનીના કર્મચારીઓ ખેતરમાં પગ મૂકે તો ટાંટિયા ભાંગી નાંખજો

આ સાથે જ કારાભાઈ કહી રહ્યા છે કે, જો કંપનીના અધિકારીઓ કે કર્મચારીઓ ખેતરમાં પગ મૂકે, તો તેમના ટાંટિયા જ ભાગી નાંખવાના છે. વિરોધના નામે હવે ભજન અને ઢોલ-નગારા બહુ વગાડ્યા, પરંતુ હવે ઠંડા પડવાથી નહીં ચાલે.

ખેડૂતોને પીઠબળ પુરું પાડવાની ખાતરી આપતા કારાભાઈએ મંચ પરથી જાહેરાત કરી હતી કે, ખેડૂતોએ જરાય ગભરાવવાની જરૂર નથી. ગમે ત્યારે જરૂર પડે, ત્યારે માત્ર એક ફોન કરજો. અમે 500 ગાડીઓ લઈને પહોંચી જઈશું. આમ ધારાસભ્યના ભાઈએ વળતર મૂદ્દે આરપારની લડાઈનો સંકેત આપ્યો છે.