Guru Nakshatra Parivartan Ashlesha 2026: આજથી જ્ઞાન, ધર્મ, શિક્ષણ અને સમૃદ્ધિના કારક ગણાતા ગુરુ ગ્રહ પુષ્ય નક્ષત્રમાંથી નીકળીને આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે, જેનો સ્વામી બુધ ગ્રહને માનવામાં આવે છે. એવામાં ગુરુનું આ નક્ષત્ર પરિવર્તન ચાર રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લઈને આવી રહ્યું છે.
ગુરુ ગ્રહ આગામી 31 ઓક્ટોબર સુધી આશ્લેષા નક્ષત્રમાં જ બિરાજમાન રહેશે. આ દરમિયાન મિથુન, કર્ક, ધન અને મીન રાશિના જાતકોને નોકરી-ધંધામાં નવા અવસર, આવકમાં વૃદ્ધિ થવાના યોગ બનશે. તો ચાલો જાણીએ ગુરુના નક્ષત્ર પરિવર્તનથી કંઈ રાશિના જાતકો પર કેવી શુભ-અશુભ અસર થશે?
આ પણ વાંચો
મિથુન
ગુરુનું આશ્લેષા નક્ષત્રમાં ગોચર તમારા માટે આર્થિક દ્રષ્ટિએ લાભકારી સિદ્ધ થવાનું છે. સમાજમાં તમારું માન-સન્માન વધશે અને તમે આગવી ઓળખ ઉભી કરી શકશો. લાંબા સમયથી તમારા અટકેલા કામો ગતિ પકડી શકે છે. આવકના નવા માર્ગો મળી રહેશે. કોઈ ઈચ્છા ફળીભૂત થતાં મન પ્રસન્ન રહેશે. કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવી તમારા માટે હિતાવહ રહેશે.
કર્ક
ગુરુનું નક્ષત્ર પરિવર્તન તમને તકલીફોમાંથી મુક્તિ આપનારું સાબિત થવા જઈ રહ્યું છે. તમને સોંપવામાં આવેલી જવાબદારીઓ સમયસર પુરી કરીને તમે લોકોનો ભરોસો જીતવામાં સફળ થશો. આવનારો સમય તમારી કરિયરમાં મોટું પરિવર્તન લઈને આવવા જઈ રહ્યો છે. પરદેશના કામમાં પ્રગતિ જણાય. નવા કામની શરૂઆત કરવા માટે અનુકુળ સમય છે.
ધન
દેવતાઓના ગુરુ ગણાતા બૃહસ્પતિનું નક્ષત્ર પરિવર્તન તમારા માટે આશીર્વાદથી કમ નહીં રહે. આવનારો સમય તમારા માટે એક પછી એક નવી તકો લઈને આવશે. તમને ડગલેને પગલે નસીબનો સાથ મળતો જણાય. નોકરી તેમજ અંગત જીવન સાથે સંકળાયેલ કોઈ સારા સમાચાર મળવાથી તમારો આત્મવિશ્વાસ બુલંદ બનશે. તમે માનસિક રીતે મજબૂત બનશો. નવા પ્રયત્નોનું સકારાત્મક પરિણામ મળતું જણાય.
મીન
તમારા માટે ગુરુનું નક્ષત્ર ગોચર લાભના સંકેત આપી રહ્યું છે. કોર્ટ-કચેરીના કામકાજમાં આવી રહેલી અડચણો હવે આપોઆપ દૂર થશે. વેપાર વિસ્તારના પ્રયત્નો સફળ થતા જણાય. તમે તમારી સમજદારી અને કામ કરવાની કુશળતાથી લોકોને પ્રભાવિત કરવામાં સફળ થશો. પરિસ્થિતિઓ તમારી તરફેણમાં થઈ શકે છે. કોઈ કામમાં ધાર્યું હશે, તેના કરતાં પણ ઉમદા પરિણામ મળવાના યોગ છે. નોકરિયાત વર્ગને પ્રમોશન અને ઈન્ક્રીમેન્ટને લગતી ખુશખબર મળી શકે છે.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.
