Morbi News: હળવદ તાલુકાના મયુરનગર-રાયસંગપર ગામ વચ્ચેનો બ્રાહ્મણી નદી બેઠો પુલ ફરી એક વખત વરસાદી પાણીમાં ધોવાઈ જતા ચાર ગામ સંપર્ક વિહોણા બની ગયા છે. ચાડધરા, રાયસંગપુર, નવા રાયસંગપુર અને મયુરનગર ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જોકે બેઠો પુલ પાણીના ધસમસતા પ્રવાહમાં ધોવાઈ ગયો ત્યારે કોઈ અવર-જવર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.
બ્રાહ્મણી 2 ડેમનું પાણી છોડાતા બ્રાહ્મણી નદી? પર આવેલ બેઠો પુલ ધરાશયી થતા રસ્તો બંધ થવાના કારણે લોકો પરેશાન થયા હતા, ચાર ગામ સંપર્ક વિહોણા બન્યા હતા થયા હતા. આજુબાજુના ગામના વિદ્યાથીઓ પુલ તૂટવાથી નદીની આ પાર રહ્યા હતા સદનસીબે મોટી દુષષ્ટના ટળી હતી. વિદ્યાર્થીઓ પસાર થતા હતા ત્યારે અચાનક બ્રાહ્મણી નદીનો બેઠો પુલ ધરાશયી થયો હતો.વરસાદથી જનજીવન પ્રભાવિત થયું હતું.
હળવદ તાલુકાના મયુરનગર-રાયસંગપર ગામ વચ્ચેનો બ્રાહ્મણી નદી બેઠો પુલ ફરી એક વખત વરસાદી પાણીમાં ધોવાઈ જતા ચાર ગામ સંપર્ક વિહોણા બની ગયા છે. ચાડધરા, રાયસંગપુર, નવા રાયસંગપુર અને મયુરનગર ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જોકે બેઠો પુલ પાણીના ધસમસતા પ્રવાહમાં ધોવાઈ ગર્યા ત્યારે કોઈ અવર- જવર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.
