Morbi News: મોરબી જિલ્લામાં લાંબા સમયથી લોંગ ટર્મ વિઝા પર રહેતા ભારતીય લઘુમતી (હિન્દુ) સમુદાયના નાગરિકો માટે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્વરિત અને ઝડપી કાર્યવાહી કરવામાં આવી. ભારતીય નાગરિકતા અધિનિયમ-1955 હેઠળ જરૂરી કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કરીને 4 નાગરિકોને કાયમી ભારતીય નાગરિકત્વના પ્રમાણપત્રો એનાયત કરાયા છે.
સરકારી યોજનાઓ અને અધિકારો મળશે
આ પણ વાંચો
પાકિસ્તાની મૂળના 4 લાભાર્થીઓ કાયમી નાગરિકત્વ મેળવ્યા બાદ તેઓ ભારતીય નાગરિક તરીકે મેળવવા પાત્ર તમામ સરકારી યોજનાઓના લાભો, સેવાઓ અને મૂળભૂત અધિકારો મેળવવા માટે સંપૂર્ણ હકદાર બન્યા છે.
જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના હસ્તે ભારતીય નાગરિકતા અધિનિયમ 1955ની કલમ 5 (1)(સી) હેઠળ મૂળ પાકિસ્તાનના સવાઈ રોહસિંધ,પ્રેમસિંધ નેતસિંધ, પરતાબસિંધ કાનજી અને કિર્શનસિંધ રોહસિંધને ભારતીય નાગરિકતા પત્ર અર્પણ કરાયા હતા.
સીએએ પોર્ટલ પર પેન્ડિગ અરજીઓનો નિકાલ કરાશે
પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટરે નવા સીએએ પોર્ટલ પર તમામ પેન્ડિંગ અરજીઓની ઝડપી અને યોગ્ય નિકાલ કરવાની ખાતરી આપી હતી.તેમજ કલેક્ટરે તમામ અરજદારોને તેમના પ્રશ્નો અંગે યોગ્ય અને ઉચિત માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું.
