Morbi News: મોરબીના જેતપરમાં લાંબા સમયથી ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં હવે નવો વળાંક આવ્યો છે. ખેતરોમાં વીજ પોલ નાખવા અને હાઈટેન્શન લાઈનો નાખવાની કામગીરી સામે યોગ્ય વળતર ન મળતા ખેડૂતો લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે.
કિસાન અધિકાર મહાપંચાયતની જાહેરાત
તમને જણાવી દઈએ કે, જેતપર વિસ્તારામાં ખેતરમાં હાઈટેન્શન વીજલાઈન નાખવાનો લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે, તેમ છતા આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. છ મહિનાથી ચાલતા ખેડૂતોના આ આંદોલનને હવે નવુ સ્વરુપ આપવા નવા વર્ષથી 10 જાન્યુઆરી, 2027ના રોજ 'કિસાન અધિકાર મહાપંચાયત' યોજવાની જાહેરાત કરવામાં આવી છે.
સમસ્યાનું નિરાકરણ ન આવતા ખેડૂતો નારાજ
6 મહિનાથી ચાલી રહેલા આ આંદોલન મામેલ હજુ સુધી સરકાર દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા નથી. જેના કારણે ખેડૂતો નારાજ છે. ખેડૂતોએ 24 માગીઓ કરી છે. તેમનું કહેવું છે કે જ્યાં સુધી યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી આ આંદોલનને ચાલુ રાખવામાં આવશે.
આ વિરોધ પ્રદર્શનમાં મહિલાશક્તિ અગ્રણી રહેશે
આ ઉપરાંત આ આંદોલનને વધુ વેગ આપવા માટે પ્રત્યેક ખેડૂતોના પરિવારમાંથી એક સભ્યને જોડાવા કહેવામાં આવ્યું છે. આ દરમિયાન કિસાન અગ્રણી નેહુલ અમૃતિયાએ કહ્યું , આ વિરોધ પ્રદર્શનમાં મહિલાશક્તિ અગ્રણી રહેશે. હાલમાં અમારી આ ચળવળને મોટી સંખ્યામાં જન સમર્થન મળી રહ્યું છે.
10 જાન્યુઆરીએ બપોરે બે વાગ્યે કિસાન અધિકાર મહાપંચાયત યોજાશે
કિસાન અધિકાર મહાપંચાયત અંગે વાત કરતા નેહુલ અમૃતિયાએ કહ્યું કે, માત્ર ગુજરાતના જ નહીં પણ અન્ય રાજ્યના ખેડૂત આગેવાનો પણ હાજરી આપશે. જ્યા સુધી સમસ્યાનું સમાધાન નહીં આવે ત્યાં સુધી ચળવળ ચાલુ રહેશે. આવતા વર્ષે એટલે કે જાન્યુઆરની 10 મી તારીખે બપોરે બે વાગ્યે કિસાન અધિકાર મહાપંચાયત યોજવામાં આવશે. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજરી આપશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.
સરકાર સાથેની બેઠક નિષ્ફળ
ખેડૂત અગ્રણીએ આ વાત પણ સ્પષ્ટ કરી હતી કે મઘ્યસ્થી દ્વારા ગાંધીનગરમાં બેઠક યોજાઈ હતી. પરંતુ આ બેઠકમાં પણ આ સમસ્યાનુ કોઈ નિરાકરણ આવી શક્યું નથી. જેથી હવે તમામ ખેડૂત આગેવાનો અને રાજ્યના વિવિધ સ્થળે ચાલી રહેલા આંદોલનને હવે એક મંચ પર લાગવવાની અપીલ કરવામાં આવી છે. રાજ્યના ઘણા વિસ્તારમાં વરરસાદ નહીવત પડ્યો છે ત્યાં દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે. આવા તમામ મુદ્દાનું નિરાકરણ આવે તે માટે કિસાન અધિકાર મહાપંચાયત યોજવામાં આવશે.
