Valinath Dham Tarabh: ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના વિસનગરમાં આવેલા તરભમાં ભવ્યાતિભવ્ય શિવધામનું નિર્માણ કરવામાં આવ્યું છે. તરભના વાળીનાથ ધામમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 22 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેવાના છે. 19થી 22 ફેબ્રુઆરી સુધી સાત દિવસ ચાલનારા આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યાં છે. અહીં વાળીનાથમાં આકાર પામેલા ભવ્ય શિવ મંદિરનો વીડિયો રજૂ કરવામાં આવ્યો છે. મહોત્સવને લઇને મંદિરને વિવિધ પુષ્પોથી શણગારવામાં આવ્યું છે. મંદિરની અંદર સુંદર કોતરણી કરવામાં આવી છે.
વાળીનાથ મંદિરના ગાદીપતિ જયરામગીરી બાપુએ જણાવ્યું હતું કે, આ મંદિરનો ઇતિહાસ 900 વર્ષ જૂનો છે. 900 વર્ષથી અહીં સંતોએ તપસ્યા કરી છે અને આ તપસ્યાંના ફળ સ્વરૂપ અહીં એક દિવ્ય શિવધામ તૈયાર થઇ ચૂક્યું છે. આ શિવધામની વાત કરીએ તો 100 ફૂટ ઉંચાઇ છે. 68 સ્તંભ છે. ભગવાન મહાદેવ વાળીનાથના સ્વરૂપમાં અહીં સ્થાપિત થવાના છે. 14 વર્ષની મહેનત બાદ આ મંદિરના નિર્માણનું કામ પૂર્ણ થયું છે. 13 મંહત ની તપસ્યા અને તેમનો સંકલ્પ હતો કે અહીં એક દિવ્ય મંદિર બને તો લોકોમાં સનાતન ધર્મ પ્રત્યે જાગૃત થશે.
#WATCH | PM Modi is expected to visit Valinath Dham temple in Visnagar taluk of Mehsana district on February 22 to attend the 'Pran Pratishta' ceremony pic.twitter.com/0Yxpi5u2fw
— ANI (@ANI) February 20, 2024
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અહીં અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. બાળકોમાં ગુરુકુળ, ભોજનશાળા છે. અન્નક્ષેત્ર અહીં ચાલે છે. મહારાજનો પહેલાથીજ ઉદ્દેશ્ય હતો કે, એક શિક્ષણનું ધામ બને. તેમણે સાત વર્ષ પહેલા તેમણે અહીં શિક્ષણનું કાર્ય શરુ કર્યું હતું. ત્યારથી લઇને અત્યારસુધી અહીં રાજ્યના મોટા સિટી જેવા કે, અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરોમાં શિક્ષાનું કાર્ય કર્યું છે.
#WATCH | Jayaramgiri Bapu, 'Gadipati' of Valinath temple says, "This place has a history of 900 years. This temple has been constructed in 14 years. A 'mahayagna' with the participation of 15,000 guests will be held here. PM Modi will attend the 'Pran Pratishtha' ceremony on Feb… pic.twitter.com/7NpGkYLYm3
— ANI (@ANI) February 20, 2024
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ અંગે તેમણે જણાવ્યું કે, આ કાર્યક્રમની વાત કરીએ તો અહીં અતિરુદ્ર મહાયજ્ઞ થવા જઇ રહ્યો છે. આ યજ્ઞનું મહત્વ એટલા માટે વિશેષ છેકે, આ યજ્ઞમાં 15 હજાર યજમાન આહુતિ આપવાના છે. અતિરુદ્ર મહાયજ્ઞ, 1100 કૂંડ મહાયજ્ઞ જવા જઇ રહ્યો છે અને તેની અંદર 15 હજાર યજમાનો આહૂતિ આપવાના છે, જે એક વિશ્વ રેકોર્ડ સમાન છે. આખા ભારતમાં આટલો મોટો યજ્ઞ થયો નથી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ફેબ્રુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેવાના છે. સાત દિવસ ચાલનારા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિકો આવી રહ્યાં છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
