Kadi Assembly By-Election: નિતિન પટેલે કહ્યું કે, ગમે ત્યારે ચૂંટણી પંચ કડી વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર કરે એટલે આપણે પ્રજા પાસે પક્ષ જે ઉમેદવાર નક્કી કરે તેના માટે વિધાનસભાના મત લેવા માટે જવા પડશે મને વિશ્વાસ છે કે કડીની સીટ ભાજપનો ગઢ રહી છે. એટલે આ ગઢ જાળવી રાખવા કોઈ નાની મોટી સમજ ના હોય જુદી જુદી સમજ બુદ્ધિ વાપરશે તેઓ મારો આગ્રહ છે.
કડી તાલુકા અને શહેર ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તાઓનું સંમેલન ગુરુવારે ચંપાબેન રતિલાલ પટેલ ટાઉન હોલ ખાતે યોજાયું હતું. જ્યારે ભાજપના 46 માં સ્થાપના દિવસ નિમિત્તે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને તેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પૂર્વ ભાજપ મહામંત્રી કે સી પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
નીતિન પટેલે કહ્યું કે, આપણે કડીમાં જુદા પ્રકારનું સંમેલન છે, આપણે બધા જાણીએ છીએ કે આપણે તો આ વિધાનસભાની પેટા ચૂંટણી આવવાની છે. આપણા ધારાસભ્ય કરશનભાઈનું દુઃખદ અવસાન થયું એટલે એ સીટ ખાલી પડી છે. ચૂંટણી પંચના નિયમો પ્રમાણે છ મહિનાની અંદર જે સીટ ખાલી પડી હોય એની ચૂંટણી કરવી પડે. સરકારે તો એની ચૂંટણી પંચે અધિકારીઓ એની કાર્યવાહી ચાલુ કરી નવી યાદી બનાવવાનું ચાલુ થયું છે. કોઈ નવા મતદારો હોય કોઈ ફેરફાર વાળા હોય કોઈ બહારગામ રહેતા હોય ને કડીમાં નોંધાવાના હોય તો એ પણ આપણે બધા વહેલી તકે કરીએ એનું જાહેરનામું બહાર પડી ગયું છે.
ગમે ત્યારે ચૂંટણી પંચ હવે કડી વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર કરે એટલે આપણે બધાએ ફરીથી પ્રજા પાસે નવા જે પણ પક્ષ ઉમેદવાર નક્કી કરે એમના માટે વિધાનસભાના મત લેવા માટે જવું પડશે પણ આ બધા કાયદા સરકાર જે કરે છે જે સરળતાઓ કરે છે. એના કારણે આપણે બધું ઘણું સરળ થઈ ગયું છે અને મને વિશ્વાસ છે કે કડી સીટ એ વર્ષોથી દાયકાઓથી આપણો ભારતીય જનતા પક્ષનો ગઢ રહ્યો છે એટલે એ ગઢ આપણે જાળવી રાખીએ કોઈ નાની મોટી કોઈનામાં સમજ હોય ના હોય બધા સરખા નથી હોતા આવડો મોટો પક્ષ છે હજારો કાર્યકરો છે.
દરેકની સમજ જુદી જુદી હોય છે પણ જુદી જુદી સમજવાળા પણ પક્ષ માટે તો થોડી બુદ્ધિ વાપરશે એવો મારો મારો મારો આગ્રહ છે. પણ પછી જડ બુદ્ધિથી પકડ્યું એ પકડ્યું છોડ્યું નહીં એવું કોઈ મનમાં ના રાખતા આપણા પક્ષ માટે કરવાનું છે કોઈ એક વ્યક્તિ માટે નથી કરવાનું એ આપણું કડીના માટે કરવાનું કરીને આવનાર સમય માટે કરવાનું એ આપણે બધા કરીએ અને કોઈ ખોટા માણસો ખોટા તત્વો ખોટા અહમવાળા લોકો એ આપણામાં કોઈ ભાગલા ના પડાવે કોઈ વિવાદ ઉભો ન કરે કોઈ વિભાજન ના કરે એની પણ બધાએ કાળજી રાખવાની ખાસ જરૂર છે.
