Gir Somnath: શ્રાવણના બીજા સોમવારે સોમનાથ દાદાના નિતિન પટેલે કર્યા દર્શન, દારૂબંધી અને લઠ્ઠાકાંડ પર આપ્યું મોટું નિવેદન

શ્રાવણના બીજા સોમવારે નિતિન પટેલે સોમનાથ મહાદેવના દર્શન કર્યા. સોમનાથ કોરિડોર, દારૂબંધી, ભાવનગર લઠ્ઠાકાંડ અને યુવા આંદોલન અંગે મહત્વની પ્રતિક્રિયા આપી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Mon, 24 Aug 2026 12:30 PM (IST)Updated: Mon, 24 Aug 2026 12:30 PM (IST)
ex-deputy-cm-nitin-patel-somnath-darshan-liquor-ban-youth-protest-latthakand

Nitin Patel Somnath Visit: ગીર સોમનાથ ખાતે આજે શ્રાવણ માસના બીજા સોમવારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે સોમનાથ મહાદેવના દર્શન અને પૂજા-અર્ચના કરી હતી. આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી નિતિન પટેલે સોમનાથ કોરિડોરના વિકાસ, દારુબંધીની નીતિ, યુવાનોના આંદોલન અને ભાવનગર લઠ્ઠાકાંડ જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર મીડિયા મિત્રોની હાજરીમાં મહત્વની વાતચીત કરી હતી.

નિતિન પટેલે સોમનાથ કોરિડોર અંગે શું કહ્યું

પૂર્વ મુખ્યમંત્રી નિતિન પટેલે જણાવ્યું કે, દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામાં ભક્તો સોમનાથ આવે છે અને દર વર્ષે શ્રદ્ધાળુઓ માટે સુવિધામાં નિરંતર વધારો થઈ રહ્યો છે. સોમનાથ કોરિડોરના વિકાસ અંગે વાત કરતા તેમણે ઉમેર્યું કે, આ માટે મોટા પ્રમાણમાં ખાનગી મિલકતોની ખરીદી કરવામાં આવી છે અને આવનારા સમયમાં સોમનાથનો વધુ વિકાસ થશે. આ સાથે તેમણે ખેડૂતો માટે સારા વરસાદ અને રાજ્ય તથા દેશની સુખ-સમૃદ્ધિ માટે સોમનાથ દાદાને પ્રાર્થના કરી હતી.

દારુબંધી અને લઠ્ઠાકાંડ અંગે આપી પ્રતિક્રિયા

ગુજરાતમાં દારુબંધી અંગે સ્પષ્ટતા કરતાં નિતિન પટેલે કહ્યું કે, ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલના ગુજરાતમાં દારુબંધી ચાલુ જ રહેવી જોઈએ. દારુબંધી હળવી કરવાથી કે હટાવવાથી સરકારને હજારો કરોડની આવક થઈ શકે છે. પરંતુ આ આવક કરતા રાજ્યની સામાજિક સમરસતા, કાયદો અને વ્યવસ્થા, બહેન-દીકરીઓની સુરક્ષા વધારે મહત્વપૂર્ણ છે.

વધુમાં તેમણે ભાવનગર લઠ્ઠાકાંડને દુર્ભાગ્યપુર્ણ ગણાવતા ઉમેર્યું કે, લઠ્ઠાકાંડની ઘટના બાદ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી છે. ગેરકાયદેસર દારુ અને ડ્રગ્સ સામે ગુજરાત પોલીસ અને કોસ્ટલ ગાર્ડ દ્વારા સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભાવનગર કેસમાં અનેક લોકોની અટકાયત થઈ છે અને આગળ પણ વધારે કાર્યવાહી હાથ ધરવામાં આવશે..

નીટ પેપર લીક અને યુવા આંદોલન

નીટ પેપર લીક અંગે યુવાનોના આંદોલન અંગે વાત કરતા જણા્વ્યું કે, આઝાદી પહેલા અને પછી પણ યુવાનો આંદોલન કરતા આવ્યા છે. તેથી આ કોઈ નવી વાત નથી. સરકાર અને નેતાગીરીએ યુવાનોને પ્રેમથી સમજાવીને આંદોલનનો સુખદ ઉકેલ લાવવો જોઈએ. જેમ દિલ્હી આંદોલનનો વ્યવહારિક રીતે ઉકેલવામાં આવ્યું હતું. તેમ આ આંદોલનનો પણ યોગ્ય ઉકેલ આવે તેવી આશા વ્યક્ત કરી હતી.