Mehsana: બેચરાજીમાં સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું છે. બેચરાજી પોલીસે હારીજ રોડ પર આવેલા સ્પામાં દરોડા પાડીને બે પરપ્રાંતીય રૂપલલાનો પાસે દેહવ્યાપારના ગોરખધંધાનો પર્દાફાશ કર્યો છે.
હકીકતમાં બેચરાજી પોલીસને બાતમી મળી હતી કે, રાજુ ચૌધરી નામનો વ્યક્તિ હારીજ રોડ પર આવેલ શક્તિ લેન્ડમાર્ક કોમ્પલેક્ષમાં 'ધી બેલા સ્પા'ના ઓઠા હેઠળ બહારથી યુવતીઓ લાવીને સ્પાની આડમાં દેહ વ્યાપાર કરાવી રહ્યો છે.
આ બાતમીના આધારે બેચરાજી પોલીસે ધી બેલા સ્પામાં દરોડો પાડ્યો હતો. જ્યાં એક રૂમમાંથી 21 વર્ષીય રુપલલના ગ્રાહક સાથે કઢંગી હાલતમાં મળી આવી હતી. જ્યારે બીજા રૂમમાંથી પણ 35 વર્ષની મહિલા મળી આવી હતી. આ દરોડા દરમિયાન પોલીસને સ્પામાંથી કેટલીક વાંધાજનક વસ્તુઓ પણ મળી આવી હતી.
પોલીસની પૂછપરછમાં પરપ્રાંતિય રૂપલલનાઓએ જણાવ્યું કે, રાજુ ચૌધરી અમને અહીં લાવ્યો હતો. અમને ગ્રાહક દીઠ એક હજાર રૂપિયા દરરોજ સાંજે આપવામાં આવતા હતા. આ મામલે પોલીસ સ્પાના મેનેજર લવકિત ચૌધરી અને રાજુ ચૌધરી વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
