Mehsana: કાર્યકર્તાઓને સંગઠિત રહેવા પર ભાર મૂકતા ભાજપ સાંસદની માર્મિક ટકોર- 'બટોગે તો કટોગે માત્ર યુપી પુરતુ નથી, બધાને લાગુ પડે'

મહેસાણાના કુંડાળ ગામે વિનોદ પટેલના જન્મદિન ઉજવણીમાં રાજ્યસભા સાંસદે પાર્ટી કાર્યકર્તાઓને સંગઠિત રહેવા પર ભાર મૂક્યો. તેમણે આંતરિક મતભેદો ભૂલીને એકતા જાળવવા અને વ્યક્તિગત હિતોને બદલે પક્ષને પ્રાધાન્ય આપવા સૂચક ટકોર કરી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 14 Nov 2026 10:06 PM (IST)Updated: Sat, 14 Nov 2026 10:06 PM (IST)
mehsana-news-mp-raju-shukla-stresses-on-unity-and-party-discipline-amid-factionalism-reports

Mehsana News: મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કુંડાળ ગામના વતની અને રાજકીય, સહકારી અને સામાજિક ક્ષેત્રના અગ્રણી વિનોદ પટેલના 65માં જન્મદિનની ઉજવણી વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે કરવામાં આવી રહી છે. જેમાં ઉપસ્થિત રહેલા રાજ્યસભા સાંસદે પાર્ટીમાં ચાલી રહેલા આંતરિક મતભેદો ભૂલીને એકતા જાળવવા માટે સૂચક ટકોર કરી હતી.

બટોગે તો કટોગે સુત્ર માત્ર ઉત્તર પ્રદેશ પુરતુ સીમિત નથી

આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યસભા સાંસદે માર્મિક ટકોર કરી હતી. મંચ પરથી કાર્યકર્તાઓને સંગઠિત રહેવા પર ભાર મૂકતા તેમણે જણાવ્યું હતું કે, વ્યક્તિગત લોકોના ઝભ્ભા પકડવા તેના કરતાં કમળ પકડવું સારું. એક વિચારધારા માટે આપણે સૌ આગળ વધીએ.

હંમેશા વ્યક્તિઓના મહત્વ કરતાં કમળનું મહત્ત્વ વધારે છે. માત્ર ઉત્તર પ્રદેશ માટે જ બટોગે, તો કટોગે એવું નથી. આ સુત્ર બધાને લાગુ પડે છે. આપણી ગણના થાય અને એકદા દેખાય તે માટે સૌ કોઈએ વ્યક્તિગત પ્રયાસ કરવા જોઈએ.

કુછ મુખડો કી નારાજગી સે દર્પણ મરા નહીં કરતે

પાર્ટીમાં ચાલતી આંતરિક નારાજગી વિશે સાંસદે વડાપ્રધાન મોદીના જૂના સંદર્ભને યાદ કરીને ટાંક્યું હતુ કે, કુછ મુખડો કી નારાજગી સે, દર્પણ મરા નહીં કરતે. તેમણે જણાવ્યું કે, જો પાર્ટીમાં કાર્યકર્તાઓ વચ્ચે કોઈ મનદુઃખ હોય તો તેને જાહેરમાં ઉછાળવાના બદલે તેનું નિરાકરણ લાવવુ જોઈએ. જેથી કાર્યકરોનો ઉત્સાહ જળવાઈ રહે.