Mehsana News: ખેરાલુ નગરપાલિકા એક્શન મોડમાં, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 4 કિ.મી. વિસ્તારમાં બુલડોઝર ફેરવી 32 દબાણો દૂર કરાયા

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 07 Feb 2024 05:31 PM (IST)Updated: Wed, 07 Feb 2024 05:31 PM (IST)
mehsana-news-kheralu-municipality-removed-32-encroachment

Mehsana News: ખેરાલુ નગરપાલિકા દબાણકર્તાઓ સામે એક્શન મોડમાં આવી છે. શહેરના 3થી 4 કિ.મી. વિસ્તારમાં ખડકી દેવામાં આવેલા દબાણોને લઇને નગરપાલિકા દ્વારા નોટીસ આપવામાં આવી હતી અને માલિકી હકનો ખુલાસો માગ્યો હતો. જોકે દબાણકર્તાઓએ ખુલાસો ન આપતા પાલિકાની ટીમ દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પાલિકાની ટીમ દ્વારા 32 જેટલા દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યા હતા અને 4 કિ.મી.નો રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.

પંચમુખી મંદિરથી હાટડિયા વિસ્તારથી શીતકેન્દ્ર સુધીના વિસ્તારમાં 32 જેટલા દબાણકર્તાઓને 29 જાન્યુઆરીના રોજ નગરપાલિકા દ્વારા નોટીસ આપવામાં આવી હતી. જેમાં નગરપાલિકાની જમીન પર ગેરકાયદે મકાનો અને રસ્તા પર કાચા મકાનો બનાવી દબાણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. પાલિકા દ્વારા દબાણકર્તાઓ પાસે માલિકી હકના ખુલાસા માગ્યા હતા અને ત્રણ દિવસમાં ગેરકાયદે બાંધકામ દૂર કરવા નોટીસ પાઠવવામાં આવી હતી.

પાલિકા દ્વારા આપવામાં આવેલી નોટીસ અને સમયગાળા દરમિયાન દબાણકર્તાઓએ કોઇ ખુલાસો આપ્યો ન હોવાથી પાલિકાની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. જેસીબી અને બુલડોઝર વડે પંચમુખી મંદિરથી હાટડિયા થઇને શીતકેન્દ્ર સુધીનો 4 કિ.મી.ના રસ્તા પર દબાણ હટવવામાં આવી રહ્યાં છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.