Mehsana News: વિસનગર તાલુકાના તરભ વાળીનાથ અખાડા નૂતન મંદિરમાં મહાશિવલિંગનું સુવર્ણ શિખર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ તકે લોકો મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ સ્થાનિકો ભગવાનના દર્શનાર્થે આવી રહ્યા છે. આ કાર્યક્રમનું આયોજન 16મી થી 22મી સુધી ચાલવાનું છે જેમાં વિવિધ કાર્યક્રમો યોજાશે.
ગુજરાતમાં સુપ્રસિધ્ધ કથાકાર ગિરિબાપુએ મહાપુરાણકથાના વક્તા જેમની શિવ કથાનું રસપાન કરવા જયરામગિરિબાપુ સહિત સંતો, મહંતો તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં દાતાઓ તેમજ યજમાનો યજ્ઞમાં બેસવાના છે તેમનાં દેહશુધ્ધિનો કાર્યક્રમ બપોરે કરવામાં આવ્યો હતો. જે સપ્તાહ સુધી યજ્ઞમાં પ્રાણપ્રતિષ્ઠા સુધી ભાગ લેશે.
આ તકે રબારી સમાજના દાતાઓ,સંતો,મહંતો અને ગુજરાતભરના આગેવાનોનું સવિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.જેમાં સનાતન ધર્મ અને સદભાવનાને મહત્વ આપવામાં આવ્યું છે.સાત દિવસ દરમિયાન ભવ્ય લોકડાયરાઓ અને મોટિવેશન કાર્યક્રમો રાત્રિના રાખવામાં આવ્યા છે.તરભ વાળીનાથ અખાડા મંદિર ખાતે પાટણથી કુંવારિકાઓ,મહિલાઓ ભગવાનના સાનિધ્યમાં ગરબો લઈ આવી પહોંચી હતી.
તેમજ શિવધામ ખાતે દર્શાનાર્થે આવનાર વૃધ્ધ મહિલાઓ-પુરૂષો માટે અને દિવ્યાંગ માટે ઈ-કાર્ટની વ્યવસ્થા કરવામાં આવી છે.જેથી દર્શનાર્થીઓને દર્શન કરવામાં કોઈ મુશ્કેલી ન થાય તેમજ 16મી થી 22મી સુધી ચાલનારા આ 7 દિવસીય કાર્યક્રમ માટે વાળીનાથ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં આવનાર દર્શનાર્થીઓ માટે વાળીનાથ મંદિર તરફથી રૂ.20 કરોડનું વીમા કવચ પણ લેવામાં આવ્યું છે.
રૂદ્રાક્ષના મણકામાંથી શિવલિંગ તૈયાર કરાયું
યજ્ઞ મંડપની આગળ રૂદ્રાક્ષના મણકામાંથી બનાવવામાં આવેલું વિશાળ કદનું શિવલિંગ ભકતોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.તેમજ પૂર્વ મહંત બળદેવગિરિની વિશાળ કદની પ્રતિમાનું સ્થાપન કરાશે. વિસનગરના તરભ વાળીનાથ મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતિમ ચરણમાં પહોંચી છે. રવિવારે 1,100 કુંડાત્મક અતિરુદ્ર મહાયજ્ઞ શરૂ થશે. આ દરમિયાન આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં શનિવારે રૂ.11 લાખ કરતાં પણ વધુ દાન આપનાર દાતાઓની દેહ શુદ્ધિકરણ વિધિ કરાઈ હતી.
આ મહા યજ્ઞ મંડપમાં 15,000 કરતાં પણ વધુ લોકો યજ્ઞનો ધાર્મિક લાભ લઈ શકશે.પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રાજ્યભરમાંથી સાધુ-સંતો તેમજ રબારી સહિતના સમાજોના શ્રધ્ધાળુઓનું આવી રહ્યા છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં શિવલીંગનું સ્થાપન થનાર હોવાથી રાજ્યના પ્રદેશ સંગઠનના હોદ્દેદારો,મંત્રી મંડળના સભ્યો અને ધારાસભ્યો પણ ઉપસ્થિત રહેશે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
