Mehsana: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિજાપુર તાલુકાના વસઈ ખાતે લઘુરુદ્ર યજ્ઞ તથા બહેન-દીકરી અને જમાઈઓના સન્માન સમારોહમાં સહભાગી થયા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, તેમના આજના દિવસની શરૂઆત 300 વર્ષ જૂના રામેશ્વર મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને મહારુદ્રી યજ્ઞ તેમજ વસઈના લઘુરુદ્ર યજ્ઞથી થઈ છે.
આ પરિસરમાં તેમણે ખૂબ સારી સ્વચ્છતા જોઈ છે. આવી સ્વચ્છતાનો આગ્રહ દરેક જગ્યાએ રાખવો જોઈએ. આપણું ગામ, શહેર અને આસપાસના વિસ્તારમાં દરરોજ સ્વચ્છતા રહે તેની સૌએ કાળજી રાખવી જોઈએ. લોકોના સંસ્કાર અને સ્વભાવમાં સ્વચ્છતા આવે અને સૌ સ્વચ્છતાના આગ્રહી બનીને સ્વચ્છ વિકસિત ભારત નિર્માણમાં જોડાય તેવો મુખ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ, રાજ્યસભા સાંસદ મયંકભાઇ નાયક, લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, વિજાપુર ધારાસભ્ય સી.જે. ચાવડા, અગ્રણી ગીરીશભાઈ રાજગોર, રમણભાઈ પટેલ અને ડાયાભાઈ પટેલ સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા.
