Mehsana Fraud News: મહેસાણાના વિજાપુરમાં 90થી વધુ ખેડૂતો સાથે છેતરપિંડી થયાની ઘટના સામે આવી છે. ખેડૂતોના નામે લોન લીધી હતી. આ પછી રૂપિયા પડાવીને ઠગ પિતા-પુત્ર ઓસ્ટ્રેલિયા જતા રહ્યા છે. આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ઠગ પિતા-પુત્ર પ્રહલાદ અને નરેન્દ્ર કુકરવાડા APMCમાં 50 વર્ષ જૂની પેઢી ચલાવતા હતા. જેને લીધે ખેડૂતોને તેમના પર વિશ્વાસ હતો. પિતા-પુત્રએ ધંધામાં રૂપિયાની ખૂબ જ જરૂર છે એવું કહીને ખેડૂતોના નામે લોન લઈને રૂપિયા લીધા હતા. આ પછી બંને ઓસ્ટ્રેલિયા ફરાર થઈ ગયા હતા.
આરોપી પ્રહલાદભાઈ પટેલ પોતે કુકરવાડા સહકારી નાગરિક બેન્ક ઓફ ડિરેક્ટરના વાઈસ ચેરમેન હતા. આ સાથે સામાજિક આગેવાન તરીકે પણ જાણિતા હતા. તેમના પર ખેડૂતોએ વિશ્વાસ કરીને 9 કરોડ રૂપિયાની રકમ ઠગ પિતા-પુત્રને આપી હતી. આ પછી રૂપિયા લેવા આરોપીના ઘરે જતાં ત્યાં તેઓ નહોતા. આ પછી 90થી વધુ ખેડૂતોએ તેમની સાથ ઠગાઈ થયાની ફરિયાદ નોંધાવી છે.
