મહેસાણા જિલ્લા પોલીસમાં 106 કર્મચારીઓની આંતરિક બદલી, નવા બદલી સ્થળે તાત્કાલિક હાજર થવા સૂચના

મહેસાણા શહેરના 'એ' અને 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશન ઉપરાંત કડી, વિસનગર, ઉંઝા, બેચરાજી, ખેરાલું, વડનગર, નંદાસણ અને લાંઘણજ જેવા પોલીસ સ્ટેશનોમાં કર્મચારીઓની ફેરબદલી કરાઈ છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 08 Nov 2026 11:42 AM (IST)Updated: Sun, 08 Nov 2026 11:42 AM (IST)
mehsana-district-police-transfers-106-personnel-internally

Mehsana News: દિવાળીના તહેવારોમાં મહેસાણા જિલ્લા પોલીસ વહીવટી તંત્ર દ્વારા એક મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કાળી ચૌદશના દિવસે એટલે કે 7 નવેમ્બરના રોજ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીએ જાહેર હિત અને વહીવટી સરળતાને ધ્યાનમાં રાખીને જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનો અને મહત્વની શાખાઓમાં ફરજ બજાવતા કુલ 106 પોલીસ કર્મચારીઓની સાગમટે આંતરિક બદલીના આદેશો જારી કર્યા છે.

ASIથી લઈને કોન્સ્ટેબલ સુધીના સ્ટાફની બદલી

આ મોટા પાયે થયેલી બદલીઓમાં ASIથી લઈને હેડ કોન્સ્ટેબલ, લોકરક્ષક અને પોલીસ કોન્સ્ટેબલ્સનો સમાવેશ થાય છે. પોલીસ બેડામાં એકસાથે આટલા મોટા પ્રમાણમાં કર્મચારીઓની આંતરિક ફેરબદલ થવાના કારણે પોલીસ વિભાગમાં ભારે ચર્ચા જાગી છે. મહેસાણા શહેરના 'એ' અને 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશન ઉપરાંત કડી, વિસનગર, ઉંઝા, બેચરાજી, ખેરાલું, વડનગર, નંદાસણ અને લાંઘણજ જેવા પોલીસ સ્ટેશનોમાં કર્મચારીઓની ફેરબદલી કરાઈ છે. આ ઉપરાંત, જિલ્લા પોલીસની મહત્વની શાખાઓ જેવી કે SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) અને LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) માં પણ આંતરિક બદલીઓ કરવામાં આવી છે.

તહેવારોના દિવસોમાં જ તાત્કાલિક હાજર થવાનો આદેશ

જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જારી કરાયેલા આ હુકમ અંતર્ગત સંબંધિત પોલીસ સ્ટેશનો અને શાખાઓના ઇન્ચાર્જ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. તેમને તાત્કાલિક અસરથી બદલી પામેલા તમામ પોલીસ કર્મચારીઓને છૂટા કરીને તેમની નવી જગ્યાએ હાજર થવા અંગેની જાણ કચેરીને સુનિશ્ચિત કરવા જણાવાયું છે. દિવાળી જેવા મોટા તહેવારોના દિવસોમાં જ પોલીસ વિભાગમાં થયેલા આ વહીવટી ફેરફારથી જિલ્લાના પોલીસ બેડામાં ભારે દોડધામ અને વ્યસ્તતા જોવા મળી રહી છે.

naidunia_image

naidunia_image

naidunia_image

naidunia_image