Mehsana Cyber Fraud: રાજ્યમાં સાયબર ફ્રોડ દ્વારા લાખો લોકોને છેતરવામાં આવે છે, ગુજરાત શહેરના મોટા શહેરો અમદાવાદ, સુરત, મહેસાણામાં સાયબર અપરાધીઓ અવનવા કિમીયા અજમાવીને લોકોને છેતરવામાં કાંઇ બાકી નથી છોડતાં. ઠગબાજો ડિજિટલ એરેસ્ટ, એપીકે ફાઈલ, સિમ સ્વેપિંગ જેવી મોડેસ ઓપરેન્ડીઓ દ્વારા લોકોના ખિસ્સા ખાલી કરી નાખે છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો મહેસાણામાં બન્યો છે. મહેસાણા કોર્ટના એક 64 મહિલા વકીલ ડિજિટલ એરેસ્ટનો શિકાર બન્યા હતા. આરોપીઓએ મહિલા વકીલને છેતરીને ડિજિટલ એરેસ્ટ કર્યા હતા. તેમજ 57.56 લાખની મત્તા પડાવી હતી
મળતી માહિતી પ્રમાણે, મહેસાણા શહેરના મોઢેરા રોડ પર રહેતા અને સ્થાનિક કોર્ટમાં પ્રેક્ટિસ કરતાં મહિલા વકીલ સવિતાબેન પટેલને 20 ઓક્ટોબરના રોજ એક અજાણ્યા નંબર પરથી વોટ્સઅપ વીડિયો કોલ આવ્યો હતો. કોલ કરનારે પોતાની ઓળખાણ ન્યુ દિલ્હીના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનના અધિકારી તરીકે આપી હતી. ઠગે મહિલાને ડરાવવા કહ્યું કે, મુંબઇના એરટેલ સ્ટોરમાંથી તેમના નામે ખરીદાયેલા સિમકાર્ડ પરથી મોટં મની લોન્ડરિંગ થયુ છે અને મુબઈ ક્રાઈમ બ્રાન્ચ તેની તપાસ કરી રહી છે.
ખોટો આરોપ મૂકીને ડિજિટલ કેદ કર્યા
મહિલા વકીલને માનસિક રીતે તોડી પાડવા માટે આરોપીઓએ મહિલા વકીલ પર નરેશ ગોયલ મની લોન્ડરિંગ કેસમાં રુ.2 કરોડના ટ્રાન્ઝેક્શન કરવવા બદલ રુ.20 લાખ કમિશનનો ખોટો આરોપ મૂક્યો હતો. મહિલા વકીલે જ્યારે આ વાતનો સ્પષ્ટપણે ઈન્કાર કર્યો ત્યારે ભેજાબાજોએ મહિલાના વોટ્સએપ પર કેનેરા બેન્કનું બનાવટી એટીએમ કાર્ડ, ફેક એફઆઈઆરની નકલ, મુંબઈ પોલીસનું બનાવટી એરેસ્ટ વોરંટ મોકલ્યું હતું. આરોપીઓએ દિવસ રાત વીડિયો અને ઓડિયો કોલ કરીને મહિલા વકીલને ઘરમાં ડિજિટલ એરેસ્ટ રાખ્યા હતા.
આરોપીઓએ મહિલાનું સોનું વેચાવ્યું
આરોપીઓને પૈસા આપવા માટે મહિલાએ પોસ્ટ ઓફિસમાંથી 8 લાખ ઉપાડ્યા, બેન્ક એફડી પણ તોડાવી નાખી હતી. ત્યારબાદ મહિલાએ આ રકમ આરોપીઓના શંકાસ્પદ બેન્ક ખાતાઓમાં રુ.57.56 લાખ ટ્રાન્સફર કર્યા હતા. 26 સપ્ટેમ્બરના રોજ આરોપીઓએ વધારે નાણાની માગ કરતાં મહિલા વકીલ દાગીના ગીરો મૂકવા સ્થાનિક જ્વેલર્સ પાસે ગયા હતા. મહિલાની સ્થિતિ જોતાં જવેલર્સને શંકા ઉપજી હતી. આથી તેણે મહિલાને પૂછપરછ કરતાં સમગ્ર હકીકત જણાવી હતી.
મહિલાએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી
મહિલાની સઘળી હકીકત જાણ્યા બાદ જવેલર્સે તેમને તાત્કાલિક સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવા જણાવ્યું હતું. પોતાની સાથે સાયબર ફ્રોડની જાણ થતાં મહિલા વકીલે સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 પર ફરિયાદ દાખલ કરી હતી. ત્યારબાદ મહેસામા બી ડીવિઝન દ્વારા અજાણ્યા સાયબર ઠગબાજો વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહીના ચક્રો ગતિમાન કર્યા છે.
