Tobacco market Price: ઉનાવા માર્કેટ યાર્ડમાં તમાકુની મબલખ આવક, દરરોજની 85 હજારથી વધુ બોરી આવક, જાણો લેટેસ્ટ ભાવ

યાર્ડમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનુગતથા સાબરકાંઠા જિલ્લામાંથી તમાકુની આવક થઈ રહી છે.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Sun 20 Apr 2025 10:04 AM (IST)Updated: Sun 20 Apr 2025 10:04 AM (IST)
huge-tobacco-revenue-in-unawat-market-yard-more-than-85-thousand-sacks-of-tobacco-revenue-daily-know-the-latest-price-512955

Tobacco prices across Unava: ઉનાવા માર્કેટ યાર્ડ તમાકુની આવકોથી ઉભરાઈ રહ્યું છે. દૈનિક 80થી 85 હજાર બોરીની આવક થઈ રહી છે. તમાકુનો સરેરાશ ભાવ રૂપિયા 1800થી 2000નો ચાલી રહ્યો છે. સારા માલનો રૂપિયા 2200થી 2400 રહેવા પામ્યો છે. યાર્ડમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનુગતથા સાબરકાંઠા જિલ્લામાંથી તમાકુની આવક થઈ રહી છે.

ઊંઝા તાલુકાના ઉનાવા માર્કેટયાર્ડ તમાકુની આવકોથી ઉભરાઈ રહ્યું છે. આવકો વધતાં ભાવ નરમ રહેવા પામ્યા છે. સપ્તાહમાં મણે ૨૦૦ રૂપિયાનો ઘસારો જોવા મળ્યો હતો. દૈનિક 80થી 85 હજાર બોરીની આવકો જોવા મળી રહી છે. તમાકુના સરેરાશ મણના ભાવ રૂપિયા 1800થી 2000 ચાલી રહ્યા છે.

જ્યારે સારા માલના ભાવ છે. 2200થી 2400ની રહેવા પામ્યા છે. યાર્ડમાં ખર તોલ અને રોકડનાણતું હોવાથી ખેડૂતોનું ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. તમાકુની આવકો મહેસાણા, પાટણ, બનાસકાંઠા સાબરકાંઠા તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાંથી આવી રહી છે. ઉનાવા એપીએમસીમાં એપ્રિલ અને મે મહિનો તમાકુની ફુલ સિઝન રહેતી હોય છે. જુન માસ બાદ આવકમાં ઘટાડો જોવા મળશે. એપીએમસીના સેક્રેટરી રાજેન્દ્રભાઈ પટેલ જણાવ્યું હતું કે,દુર-દુરથી તમાકુ લઈને આવતા ખેડૂતો માટે સાધન મુકવા માટે વિશાળ જગ્યા છે. ઉનાળાની કાળઝાળ ઠેર ઠંડા પાણી અને નજીવા દરે જમવાની ઉત્તમ વ્યવસ્થા ગ્રાહકો માટે કરવામાં આવી છે.