Mehsana Drone Ganesh Visarjan: ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગણેશોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ગણેશ મંડળો દ્વારા શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરીને શ્રદ્ધાપૂર્વક પૂજા કરવામાં આવે છે. અનેક ગણેશ મંડળો હવે ધીમે-ધીમે મૂર્તિનું વિસર્જન કરવા લાગ્યા છે, ત્યારે મહેસાણાના પરા તળાવ ખાતે ડ્રોનની મદદથી ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતુ.
પ્રાઈમ UAV દ્વારા તૈયાર કરવામાં આવેલા ખાસ ક્ષમતા ધરાવતા ડ્રોને ભગવાન ગણેશની પ્રતિમાને સુરક્ષિત ઉપાડીને તળાવ સુધી પહોંચાડી હતી.
ખાસ વાત એ છે કે, માત્ર મહેસાણા જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર ડ્રોનની મદદથી ગણેશજીનું વિસર્જન નિહાળવા માટે પરા તળાવ પાસે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ તકે મહેસાણાના મેયર સોનલ ઓઝા, ડેપ્યુટી મેયર રમેશભાઈ ઉપરાંત કોર્પોરેટરો સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
જણાવી દઈએ કે, ગઈકાલે મહેસાણાના પરા તળાવમાં અંદાજે 700 જેટલી શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતુ. આ સાથે જ મહેસાણામાં વિસર્જિત થયેલી પ્રતિમાઓનો આંકડો 4 હજારને પાર પહોંચ્યો છે.
મહેસાણામાં ગણપતિ બાપ્પાનું ડ્રોનથી હાઈટેક વિસર્જન #Mehsana #GanpatiVisarjan #GanpatiBappa #Drone #GujaratNews #GujaratiJagran https://t.co/5ihTvJ9Tsg
— Gujarati Jagran (@gujaratijagran) September 21, 2026
