Mehsana News: અમેરિકા જવાની ઘેલછામાં વિદેશી એજન્ટોની જાળમાં ફસાઈને આફ્રિકન દેશ ઇથોપિયામાં બંધક બનેલા ઉત્તર ગુજરાતના ત્રણ યુવાનો માટે રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. મહેસાણા પોલીસ અને વિદેશ મંત્રાલયના સંયુક્ત પ્રયાસોથી રુ.1 કરોડની ખંડણી ચૂકવ્યા વિના જ મહેસાણા અને ગાંધીનગરના ત્રણ લોકોને અપહરણકારોની ચુંગાલમાંથી મુક્ત કરાવવામાં આવ્યા છેય
કેનેડાના બદલે ઇથોપિયામાં ફસાયા
આ પણ વાંચો
મળતી વિગત પ્રમાણે, મહેસાણાના વડસ્માનો ઋત્વિક જનસારી, ગાંધીનગરની મયુરી સોલંકી, ગોઝારિયાની મમતા ચાવડા ગઈ 20 સપ્ટેમ્બરે જયપુરથી અબુધાબી થઈને અમેરિકા જવા માટે નીકળ્યા હતા. જોકે, વિદેશી એજન્ટોએ તેઓને અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ અપાવવાની લાલચ આપીને ઇથોપિયામાં બંધક બનાવી લીધા હતા. અપહરણકારોમાંથી ખાન નામના શખ્સે બંધકોના પરિજનોને ફોન કરીને રુ.1 કરોડની ખંડણી માગી હતી. ત્યારે તેઓને જાણ થઈ કે તેમના સંતાનો ઇથોપિયામાં બંધક હોવાની જાણ થઈ હતી.
વિદેશ મંત્રાલય અને પોલીસનું સફળ ઓપરેશન
બંધકોના પરિવારજનોએ તાત્કાલિક લાંઘણજ પોલીસ સ્ટેશનમાં અરજી આપતાં સમગ્ર પોલીસ તંત્ર એકશનમાં આવ્યું હતું. મહેસાણા એસપી હિમાંશુ સોલ કી અને ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ પીઆઈ . એ. એમ ગેહલોત અને એલસીબી પીઆઈ એ. એમ કામળીયાએ વિદેશ મંત્રાલય સાથે સકલન સાધ્યું હતું. પોલીસે અપહરણકારોના ફોન આવતા ફોન પર પરિવારજનોને સાથે રાખીને સીધી વાતચીત કરી હતી. કાયદાકીય ભાષા અને પરિવારની આર્થિક સ્થિતિ વિશે સ્પષ્ટતા કરતાં અપહરણકારો નરમ પડ્યા હતા અને એક પણ રુપિયો લીધા વિના ત્રણેય લોકોને મુક્ત કર્યા હતા.
ત્રણેય ગુજરાતીઓની થશે વતન વાપસી
ઈથોપિયાના અપહરણકારોની ચુંગાલમાંથી મુક્તિ પામેલા ત્રણેય લોકો બુધવારે રાત્રે ફ્લાઈટમાં બેસીને ગુરુવારે વહેલી સવારે મુંબઇ એરપોર્ટ પહોંચ્યા છે. સાંજ સુધીમાં તેઓ ઘરે પહોંચી જશે. આ મામલે લાંઘણજ પોલીસ સ્ટેશનના પીઆઈ એ.એમ. ગેહલોતે જણાવ્યુ કે, સ્થાનિક એજન્ટની પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે અને આ સમગ્ર રેકેટમાં સંકળાયેલા વડોદરાના એજન્ટની પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે.
