Unjha News: ઊંઝામાં ઉમિયા માતાના મંદિરમાં આજથી ધજા મહોત્સવનો થયો શુભારંભ, દર્શન અને આરતીના સમયમાં થયો ફેરફાર

ઊંઝાનાં ઉમિયા માતાના મંદિરમાં સાત દિવસીય ધજા મહોત્સવ શરૂ થશે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Wed 11 Sep 2024 08:38 AM (IST)Updated: Wed 11 Sep 2024 08:38 AM (IST)
dhaja-festival-starts-from-today-in-umiya-mata-temple-of-unjha-time-of-darshan-and-aarti-changed-394803

Dhaja festival: કડવા પાટીદારનાં કુળદેવી ઊંઝાનાં ઉમિયા માતાના મંદિરમાં આજથી સાત દિવસીય ધજા મહોત્સવ શરૂ થયો છે. તેની સાથે જ આ મંદિરમાં ઉમિયા માતાજીના પ્રાગટ્યના 1869 વર્ષની ઉજવણીનો મહોત્સવ પણ શરૂ થશે. આ મહોત્સવ દરમિયાન મંદિરમાં ભક્તો માટે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધ્વજા મહોત્સવનો શુભારંભ કરાવશે. અમદાવાદમાંથી અંદાજિત 500થી વધારે સોસાયટીઓ દ્વારા સંઘમારફતે ધ્વજા મહોત્સવમાં ભાગ લેવા જશે. આ મહોત્સવના સરળ સંચાલન માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વિવિધ 35થી વધારે કમિટીઓ બનાવવામાં આવી છે. તેની સાથે જ મંદિરમાં માઈભક્તોનો એક સાથે ધસારો ન થાય તે માટે મહોત્સવમાં ભાગ લેવા માટે આવતા તમામ ભક્તોને મંદિરથી 1કિલોમીટર દૂર ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ ધજા મહોત્સવ અંતર્ગત આજે બુધવારે ઉમિયા માતાજીના મંદિર પરિસરમાં મહેંદી ઉત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બહેનોના હાથમાં મા ઉમિયા ધજા મહોત્સવ અથવા શ્રદ્ધાના શિખર પર મારી એક ધજા એવી મહેંદી મુકાવશે.

મંદિરના અગ્રણીના જણાવ્યા પ્રમાણે મહોત્સવ બાદ માતાજીને અર્પણ કરેલી તમામ ધજાઓ ભક્તોને પ્રસાદ સ્વરૂપે આપવામાં આવશે. તેની સાથે જ સાત દિવસીય મહોત્સવમાં આશરે પાંચ હજારથી વધુ સાડીઓ માતાજીને ચઢાવવામાં આવશે. ગત વર્ષે 2023માં વર્ષ દરમિયાન ભક્તોએ માતાજીને 13,000થી વધુ સાડીઓ ચઢાવી હતી. આ તમામ સાડીઓ મહિલાઓને પ્રસાદ સ્વરૂપે વિતરણ કરવામાં આવશે.

મંદિરમાં આરતીનો સમય
સવારે 6 વાગ્યે - શણગાર આરતી
સાંજે 7.30 વાગ્યે - સંધ્યા આરતી
રાત્રે 9.45 વાગ્યે - શયન આરતી

ઉમિયા માતાજીનું મંદિર પ્લાસ્ટિક મુક્ત બન્યું આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર કુળદેવી માતાજી મંદિર ધાર્મિક કાર્યક્રમોની સાથે સમાજના ઉત્કર્ષ માટેવિવિધ કાર્યો માટે પણ કરે છે. દર્શન કરવા આવતા દરેક શ્રધ્ધાળુઓને પ્લાસ્ટિકને બદલે કપડાંની થેલીનો ઉપયોગ કરવા પ્રેરણા મળે તે માટે નવતર પ્રયોગ મંદિરે શરૂ કર્યો છે. ધજા મહોત્સવના શુભારંભ સાથે જ મંદિરના પ્રાંગણમાં કોટન બેગ મશીન કાર્યરત કરવામાં આવશે. શ્રદ્ધાળુઓ માત્ર રૂપિયા 10 મશીનમાં મૂકતાં જ આકર્ષક, ટકાઉ અને મજબૂત કપડાંની થેલી બહાર આવશે.