Mehsana News: બહુચરાજી મંદિર કાયાકલ્પ થશે, રુ. 76.51 કરોડના ખર્ચે 86.1 ફૂટ ઊંચા નૂતન શિખર સાથે ભવ્ય પુનઃનિર્માણ

મહેસાણાના સુપ્રસિદ્ધ બહુચરાજી મંદિરનો ₹76.51 કરોડના ખર્ચે કાયાકલ્પ થઈ રહ્યો છે. વાસ્તુશાસ્ત્ર મુજબ 86.1 ફૂટ ઊંચા શિખર, બંસી પહાડપુરના પથ્થરો અને બાંધલિયા તળાવના બ્યુટીફિકેશન સાથે ભવ્ય નવનિર્માણની વિગતો જાણો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 29 Aug 2026 10:54 AM (IST)Updated: Sat, 29 Aug 2026 10:54 AM (IST)
bahucharaji-temple-redevelopment-project-update-76-crore-height-86-feet

Bahucharaji Temple Redevelopment: મહેસાણા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા 51 શક્તિપીઠો પૈકીનું બહુચરાજી માતાજીના મંદિરના પુન:નિર્માણ અને સર્વાંગી વિકાસની કામીગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રુ.76 .51 કરોડના ખર્ચે હાથ ધરાયેલા આ ભવ્ય પ્રોજેક્ટનું પ્રથમ તબક્કાનું કામ 60 ટકા પૂર્ણ થઈ ગયું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા 39 પવિત્ર તીર્થોના ખાતમુહૂર્ત કર્યા બાદ દ્વારકા, સોમનાથ, પાવાગઠ અને અંબાજીની તર્જ પર બહુચરાજી ધામનો વૈશ્વિક સ્તરનો કાયાકલ્પ કરવામાં આવી રહ્યો છે.

મંદિરના નિર્માણ માટે વિશેષ ડિઝાઈન

આર્કિટેક્ટ અને અર્થ ફાઉન્ડેશન દ્વારા મંદિરના નવનિર્માણની વિશેષ ડિઝાઈન સંપૂર્ણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તૈયાર કરવામાં આવી છે. રાજસ્થાનના બંસી પહાડપુરના ઉત્તમ લાલ પથ્થરોમાંથી નિર્માણ પામનારા મંદિરના શિખરની ઉંચાઈની વાત કરીએ તો, ઈંચાઈ 86 ફૂટ, 1 ઇંચ રાખામાં આવી છે . ઉપરાંત મંદિરમાં સ્તંભ, બાહ્ય એલિવેશન, તોરણ અને મુખ્ય દ્વાર પર અનોખી અને સુંદર કોતરણી કરવામાં આવશે.

માળખાકીય વિકાસ માટે મિલકતોનો સર્વે

મંદિરના વિકાસના પ્રોજેક્ટના સુવ્યવસ્થિત અને સુચારુ અમલીકરણ માટે વહીવટી તંત્ર દ્વારા મંદિર પરિસરની આસપાસની ત્રિજ્યામાં આવતી ખાનગી અને સરકારી મિલકતોનો વિસ્તારથી સર્વે શરુ કરવામાં આવ્યો છે. જેમાં મંદિરની 75 મીટરની ત્રિજયામાં સરકારી માલિકીની 44 અને ખાનગી માલિકીની 51અ અને 6 ધર્મશાળાઓ મળીને કુલ 101 મિલકતોની નોંધણી કરવામાં આવી છે. મંદિરની 150 મીટરની ત્રિજ્યામાં ખાનગી 53 અને સરકારી 95 મિલકતોનો સર્વે પૂરો કરીને 500 મીટરની ત્રિજ્યામાં સર્વેક્ષણ કામગીરી હાથ ધરાઈ છે.

બીજા ફેઝનું આયોજન, બાંધલિયા તળાવનું બ્યુટિફિકેશન કરાશે

નાયબ વહીવટદાર સુરેશ ઠાકોરના જણાવ્યા પ્રમાણે, પ્રથમ તબક્કા બાદ બીજા ફેઝમાં મંદિરની આસપાસ મંદિરની આજુબાજુના 500 મીટર પરિસરનો સર્વગ્રાહી વિકાસ કરવાની યોજના છે. આ ઉપરાંત ઐતિહાસિક બાંધલિયા તળાવનું આકર્ષક બ્યુટીફિકેશન કરીને શ્રદ્ધાળુઓ અને યાત્રાળુઓ માટે ગાર્ડનિંગ અને વોકવેની સુવિધાઓ તૈયાર કરવામાં આવશે.