મહિસાગર જિલ્લામાં રેશનકાર્ડ રદ થશે અથવા અનાજ નહીં મળે એ વાત ખોટી, આવું કોઇ જાહેરનામું બહાર પડાયું નથી

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 10 Apr 2024 03:36 PM (IST)Updated: Wed, 10 Apr 2024 03:37 PM (IST)
mahisagar-news-clarification-of-khanpur-mamlatdar-no-such-announcement-has-that-the-ration-card-will-be-cancelled

Mahisagar News: મહિસાગર જિલ્લા ચુંટણી શાખા તથા મિડીયા સેલને સોશિયલ મિડીયામાં મામલતદાર ખાનપુર-બાકોર દ્વારા રેશનકાર્ડ ધારકોને અમુક આવક કરતા વધારે હોય તો અનાજ નહી મળે કે રેશનકાર્ડ રદ કરવામાં આવશે તેવા ખોટા સમાચાર ફેલાયાની જાણ થઇ છે. આ સમાચારની તમામ વાસ્તવિકતા તપાસતા જાણવા મળ્યું છે કે, આ સમાચાર જુના છે અને જે તે સમયના મામલતદાર દ્વારા નિયમો મુજબ સામાન્ય લોકોને જે તે સમયે અપીલ કરવામાં આવી હતી. પરંતુ હાલ આ સમાચારને લાગુ પડે તેવું જાહેરનામું કે અન્ય રીતે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવાની વાત મામલતદાર કે તેમની કચેરી મારફતે કરવામાં આવી નથી.

આ સોશિયલ મિડીયામાં ફેલાયેલ સ્કિનશોટ સદંતર ખોટા છે જેની જાણ તમામ મહિસાગર વાસીઓને થાય.ચુંટણી સમયે આવા ખોટા સમાચાર ફેલાવી લોકોને ભ્રમિત કરવા એ એક પ્રકારનો ગુનો છે, એટલે તમામ મહિસાગર વાસીઓને અપીલ કે આવા ખોટા સમાચારોથી દુર રહે.

મામલતદાર ખાનપુરના મામલતદાર પીએચ પટેલે જણાવ્યું છેકે, આજ રોજ 10 એપ્રિલ 2024ના રોજ મામલતદા કચેરી, ખાનપુર દ્વારા જાહેરનામું બહાર પાડીને રેશનકાર્ડ રદ કરવા તથા અનાજ બંધ કરવા બાબતના જે સમાચારના સ્ક્રીનશોટ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયેલા છે. આ સ્ક્રીનશોટ અને આ વીડિયો ક્લિપ અંદાજે અઢી વર્ષ જૂના છે. આ સમાચાર પાયા વિહોણા તથા હકિકતથી વિપરીત છે. આ કચેરી દ્વારા આવું કોઇ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું નથી અને જે-તે વખતે તત્કાલિન મામલતદાર દ્વારા જાહેર જનતાને અપીલ કરી હતી અને આવી અપીલ કોઇપણ રીતે બાધ્ય હોતી નથી. આ અપીલના પત્રને જાહેરનામા તરીકે સમાચારમાં ચલાવવામાં આવ્યા હતા.

તેમણે જણાવ્યા અનુસાર તમામ રેશનકાર્ડ ધારકોને સરકારના ધારાધોરણ મુજબ મળવાપાત્ર અનાજનો જથ્થો કોઈ પણ સરકારમાન્ય વાજબી ભાવની દુકાનેથી મળી રહેશે. અનાજ મેળવવામાં જો કોઈ પણ પ્રકારની મુશ્કેલી જણાય તો ટેલીફોન નં.02674-286451 તથા નાયબ મામલતદાર પુરવઠાના મોબાઈલ નં.9879003634 તથા મામલતદાર ખાનપુર તથા સરકારના ટોલ ફ્રી નંબર 18002335500 પર ફોન કરીને અથવા કચેરી ખાતે ફરિયાદ કરી શકાશે.