Ration Card Correction A to Z Process:રાશન કાર્ડ (Ration Card) ફક્ત સરકારી રાશન લેવા માટે જ નહીં પણ પરિવારના સભ્યો અને લાભાર્તીઓની ઓળખ સંબંધિત એક જરૂરી દસ્તાવેજ પણ છે. આ સંજોગોમાં જો રાશન કાર્ડમાં નામ, સરનામું અથવા જન્મ તારીખ જેવી માહિતી ખોટી ભરવામાં આવેલ હોય છે તો તેને ઠીક કરવાની જરૂર છે. સારી વાત એ છે કે અનેક રાજ્યોમાં રાશન કાર્ડ સંબંધિત સર્વિસ ઓનલાઈન ઉપલબ્ધ છે. જેથી લોકોન દરેક નાની નાની બાબતને લઈ સરાકરી ઓફિસના ધક્કા ખાવાની જરૂર પડતી નથી.
ઘરે બેઠા જ રાશન કાર્ડની વિગતો જોઈ શકાય છે
આ પણ વાંચો
નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ(NFSA)ની વેબસાઈટ પર વિવિધ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાશન કાર્ડ પોર્ટલની માહિતી ઉપલબ્ધ છે. એટલે કે લાભાર્થી તેમના રાજ્યના પોર્ટલને પસંદ કરી રાશન કાર્ડ સંબંધિત સર્વિસ અને ડિટેલ તપાસી શકે છે.
અનેક રાજ્યોના પોર્ટલ પર રાશન કાર્ડની માહિતી જોવા, પરિવારના સભ્યોની વિગતો તપાસવા તથા વર્તમાન કાર્ડમાં સુધારા જેવી સુવિધા આપવામાં આવી છે. જેમ કે ગુજરાતની અધિકૃત પોર્ટલ પર વર્તમાન રાશન કાર્ડની વિગતમાં સુધારા, સભ્યને જોડવા અથવા હટાવવા અને મોબાઈલ નંબર/Aadhaar અપડેટ કરવાની ઓનલાઈન સુવિધા રહેલી છે.
નામ અથવા સરનામું ખોટું હોય તો શું કરવું
સૌથી પહેલા તમારા રાજ્યના ખાદ્ય અને નાગરિક, પુરવઠા વિભાગની અધિકૃત વેબસાઈટ પર જાઓ. ત્યાં Ration Card/RCMS/Correction અથવા સંબંધિત ઓનલાઈન સર્વિસનો વિકલ્પ પસંદ કરવાનો હોય છે. ત્યારબાદ રાશન કાર્ડ નંબર અને માંગવામાં આવેલ અન્ય માહિતી રજૂ કરી સુધારાને લગતી સર્વિસનો ઉપયોગ કરી શકાય છે.
Ration Cardમાં ખોટું સરનામું કેવી રીતે બદલવું
1. અત્રે ઉલ્લેખનીય છે કે ખોટા સરનામા અથવા નવા સરનામાને અપડેટ કરવા માટે તમારે કરેક્શન ફોર્મ ભરવાનું રહેશે.
2. કરેક્શન ફોર્મમાં માંગવામાં આવેલ વિગતો અને ડોક્યુમેન્ટ સ્કેન કરી સબમિટ કરો.
3. ડોક્યુમેન્ટમાં પરસ્પર એડ્રેસ પ્રૂફ જેમ કે વીજળીનું બિલ, પાણીનું બિલ વગેરે માંગ કરી શકાય છે.
4. આ સાથે જ આઈડેન્ટી પ્રૂફ માટે આધાર, પાન કાર્ડ માંગવામાં આવી શકે છે.
કેટલાક રાજ્યોમાં આધાર સંબંધિત માહિતી અને OTP મારફતે ખરાઈ કરવામાં આવે છે. ઓનલાઈન સુધારવાની આ પ્રક્રિયા તથા ઉપલબ્ધ સર્વિસિસ રાજ્યો પ્રમાણે અલગ-અલગ હોઈ શકે છે. ક્યાંક નામ-સરનાનું બદલવાની સુવિધા સીધા ઓનલાઈન મળે છે તો ક્યાંક આ પ્રકારના કિસ્સામાં સંબંધિત ઓફિસમાં દસ્તાવેજ જમા કરાવવા પડી શકે છે.
