Mahisagar News: મહીસાગર જિલ્લાના ગોધરા તાલુકામાં આવેલ અજંતા હાઈડ્રો પાવર પ્રોજેક્ટ ખાતે બનેલી દુર્ઘટનામાં ફસાયેલા પાંચ શ્રમિકોમાંથી એકનો મૃતદેહ મળી આવ્યો છે. નરેશકુમાર લક્ષ્મણભાઈ સોલંકી (રહે. રણછોડપુરા, ગોધરા)નો મૃતદેહ એનડીઆરએફ તેમજ વડોદરા ફાયર વિભાગની ટીમને મળ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા 24 કલાકથી એનડીઆરએફની ટીમ, વડોદરા ફાયર વિભાગ તેમજ સ્થાનિક તંત્ર દ્વારા શ્રમિકોની શોધખોળનું કામ સતત ચાલી રહ્યું હતું. ભારે મહેનત બાદ આજે અંતે એક શ્રમિકનો મૃતદેહ બહાર કાઢવામાં સફળતા મળી છે. બાકી રહેલા ચાર શ્રમિકોને શોધવા માટે ઓપરેશન ચાલુ છે.
મંત્રી કુબેર ડિંડોરે કહ્યું કે, મહીસાગરના દોલતપુરા મુકામે અજંતા એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો હાઈડ્રોજ પ્રોજેક્ટ હતો એમાં જે ઘટના બની હતી જે આ 28 કલાકની મહેનતમાં જ ત્યારે અમારે વહીવટી તંત્ર એનડીઆરએફની ટીમ એસડીઆરએફની ટીમ વડોદરા અને લુણાવાળાની તમામ ટીમો કામે લાગી હતી અને અત્યારે એક અરથી જે એક ભાઈનો મૃતદેહ મળ્યો છે. જે નરેન્દ્રભાઈ લક્ષ્મણભાઈ સોલંકીની જે વાયરમેન હતા એમને અત્યારે ડેડ બોડી મળી છે. એને પીએમ માટે પુણાવાડા હોસ્પિટલમાં મોકલવામાં આવેલ છે અને આગળની તપાસ આગળની જે કઈ તપાસ છે એ અત્યારે હાલ ચાલુ છે. અને એનડીઆરએફની ટીમ અમારી વિવિધ તંત્ર એસપી સાહેબ અને કલેક્ટર અને તમામ પૂરી ટીમ અને ગામના આગેવાનો બધા સહયોગ આપી રહ્યા છે. ગ્રામજનોને મારી વિનંતી છે આ તમામ સરકાર તંત્ર આપની સાથે છે આ દુખની ઘડીમાં બધા જ તંત્ર આપણી સાથે છે કોઈ ચિંતા કરવાની જરૂર નથી જે ઘટના બની છે દુખત બની છે અને એમાં જે કઈ કાર્યવાહી કરવાની છે આવનાર અમે કરીશું.
આ ઘટનાને લઈને જિલ્લામાં ચિંતા ફેલાઈ હતી અને સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તેમજ જિલ્લા પોલીસ વડા પણ ખડે પગે મોનિટરિંગ કરી રહ્યા હતા. ભારે જેહમત બાદ પણ પીડિત પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ છે.
પ્રારંભિક માહિતી મુજબ, હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં ટેકનિકલ ખામી સર્જાતા આ દુર્ઘટના બની હોવાનું મનાઈ રહ્યું છે. તંત્ર દ્વારા ઘટનાના કારણોને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટના પછી પ્રોજેક્ટ પર સલામતીના ધોરણોને લઈને પ્રશ્નો ઊભા થયા છે. મહીસાગર જિલ્લામાં બનેલી આ દુર્ઘટનામાં પીડિતના પરિવારને તાત્કાલિક સહાય પહોંચાડવા તેમજ બચેલા શ્રમિકોને બહાર કાઢવા માટે તંત્ર સંપૂર્ણ પ્રયત્નશીલ છે.