Kankaria Carnival 2023 Date And Time: અમદાવાદવાસીઓ ફરી એકવાર કાંકરિયા કાર્નિવલ માટે તૈયાર થઈ જાઓ. શહેરમાં કાંકરિયા તળાવ ખાતે આગામી 25મી ડિસેમ્બરથી કાંકરિયા કાર્નિવલની શરૂઆત થવા જઈ રહી છે. વર્ષ 2008થી કાંકરિયા તળાવના પુનઃનિર્માણ બાદથી તેની શરૂઆત કરવામાં આવી છે. આ ઈવેન્ટમાં મોટી સંખ્યામાં લોકો આવે છે. ત્યારે જાણો કાંકરિયા કાર્નિવલ 2023નું શેડ્યૂલ, એન્ટ્રી ફી, ઇવેન્ટ્સ અને આકર્ષણો, ટિકિટની કિંમત અને સમય વિશે.
આ સાંસ્કૃતિક કાર્યક્રમ ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં કાંકરિયા તળાવ ખાતે ઉજવવામાં આવે છે, જે અમદાવાદમાં જોવાલાયક સ્થળોમાંનું એક છે. મ્યૂઝિક અને ડાન્સ પર્ફોમન્સ, સ્પોર્ટ્સ અને યોગા એકટીવીટીસ, સાંસ્કૃતિક કાર્યક્રમો, ફાયરવર્ક ડિસ્પ્લે, વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શન, સામાજિક પ્રવૃત્તિઓ, ફૂડ ફેસ્ટિવલ, લોક ડાયરો, લાઇવ કાર્ટૂન કેરેક્ટર, લેસર બીમ શો વગેરે યોજાય છે.
કાંકરિયા કાર્નિવલમાં એકટીવીટીસ:
- હોરર હાઉસ
- લાફિંગ ક્લબ અને યોગા ક્લાસીસ
- ગુજરાત પોલીસનું શસ્ત્ર પ્રદર્શન
- મેગા જાદુગર શો
- સીનિયર સિટિઝન સ્પોર્ટ્સ ફેસ્ટિવલ
- ડોગ એન્ડ હોર્સ શો
- રોલર કોસ્ટર રાઈડ અને ફ્રૂટ રાઈડ્સ ફોર ચિલ્ડ્રન
- ફાયરવર્ક ડિસ્પ્લે
- વિવિધ શાળાઓ, કોલેજો અને ખાનગી સંસ્થાઓના વિદ્યાર્થીઓ દ્વારા મ્યૂઝિક અને સાંસ્કૃતિક પ્રદર્શન.
| કાંકરિયા કાર્નિવલ ટિકિટ કિંમત | ઓફિશિયલ વેબસાઇટ મુજબ ₹ 20 |
| કાંકરિયા કાર્નિવલ તારીખ | 25મી ડિસેમ્બરથી 31મી ડિસેમ્બર, 2023 સુધી |
| કાંકરિયા કાર્નિવલ સમય | સાંજે 6:00 p.m. થી 9:00 p.m. (કાંકરિયા પ્રાણી સંગ્રહાલય દર સોમવારે બંધ રહે છે.) |
કાંકરિયા તળાવ કેવી રીતે પહોંચવું:
રોડ દ્વારા: કાંકરિયા જવા માટે તમે અમદાવાદમાં ગમે ત્યાંથી રિક્ષા અથવા ઓટો બુક કરી શકો છો.
બસ દ્વારા: 10 મિનિટમાં ગીતા મંદિર બસ સ્ટેશનથી કાંકરિયા તળાવ સુધી પહોંચી શકો છો.
ટ્રેન દ્વારા: મણિનગર રેલ્વે સ્ટેશન 1 કિમીના અંતરે સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે.
કાંકરિયામાં પ્રવેશ ફી પુખ્ત વયના લોકો માટે રૂપિયા 25 અને બાળકો માટે 10 રૂપિયા છે. સીનિયર સીટીઝન્સ અને 3 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને મોર્નિંગ વોકર્સ માટે કોઈ ચાર્જ નથી.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
