Ahmedabad Kankaria Carnival 2024: અમદાવાદમાં આગામી 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર દરમિયાન 15માં કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્નિવલને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખુલ્લો મુકવામાં આવશે. કાર્નિવલમાં આ વખતે અનેક નવા આકર્ષણો જોવા મળી શકે છે. જે અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી તથા ડે. મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવેલ હતી.
સુશાસન પર્વના દિવસે કાંકરિયા કાર્નિવલની શરૂઆત કરાશે
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં 25 ડિસેમ્બરથી કાંકરિયા કાર્નિવલની શરૂઆત થવા જઇ રહી છે. જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવનારું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે 2008માં ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કાંકરિયા કાર્નિવલની શરૂઆત કરવામાં આવી હતી. આ 15માં કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ જે દિવસે થઇ રહ્યો છે એ દિવસે અટલજીનો જન્મ દિવસ છે. સુશાસન પર્વના દિવસે કાંકરિયા કાર્નિવલની શરૂઆત કરાશે.
આ પણ વાંચો
સાંઇરામ દવે, કિંજલ દવે, ગીતાબેન રબારી જેવા કલાકારો પરફોર્મ કરશે
કાંકરિયા કાર્નિવલની અંદર અનેલ લોકો રંગારંગ કાર્યક્રમ જોવા માટે, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, લોક ડાયરો, લોક સાહિત્યના કાર્યક્રમો, વિવિધ સ્પર્ધાઓ હોય છે. આ કાર્યક્રમોમાં ગુજરાતના અનેક નામાંકિત કલાકારો સાંઇરામ દવે, કિંજલ દવે, ગીતાબેન રબારી, રાગ મહેતા સહિતના કલાકારો દ્વારા સાત દિવસ અલગ-અલગ પરફોર્મન્સ કરવામાં આવશે. 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી આ કાર્યક્રમો ચાલવાના છે. રાત્રે કાર્યક્રમો પૂર્ણ થયા પછી લેસર શો, ડ્રોન શો, આતશબાજી સહિતના અન્ય કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત નેલ સ્પર્ધા, લાફિંગ ક્લબનો ઉપયોગ, તંદઉપરાંત વિવિધ સ્પર્ધા યોજાશે.
આગામી તારીખ 25 થી 31મી ડિસેમ્બર સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા કાર્નિવલ યોજાશે. આ કાર્નિવલને રાજ્યના મુખ્યપ્રધાનશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ખુલ્લો મુકશે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી તથા ડે. મ્યુનિસિપલ કમિશનર શ્રી જયેશ ઉપાધ્યાય દ્વારા… pic.twitter.com/lWEmkCcOI4
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) December 6, 2024
કાર્નિવલના પ્રથમ દિવસે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું આયોજન
ડે. મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, કાર્નિવલના પ્રથમ દિવસે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્કૂલના બાળકો ટોફી ઓપનિંગ કોમ્પિટિશન કરી યુએઇના એક રેકોર્ડ તોડી શકે છે. 25 ડિસેમ્બરે એક પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ મુખ્યમંત્રીનો કાર્યક્રમ યોજાશે. વિકસિત ભારત અને વિકસિત ગુજરાત એ થીમ પર 25 ડિસેમ્બરે સ્ટેજ-1 પર એ કાર્યક્રમનું આયોજન થશે. જેમાં 200 જેટલા કલાકારો દ્વારા પરફોર્મ કરવામાં આવશે.
ત્રણેય સ્ટેજમાં વિવિધ સેશનમાં કાર્યક્રમો યોજાશે
ત્રણ સ્ટેજ છે સારા સારા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે, બપોરે અને સાંજે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. મોર્નિંગ સેશન સવારે 6થી 10 વાગ્યા સુધી, બપોરનું સેશન 3થી સાંજે 5 વાગ્યા સુધી અને સાંજનું સેશન જે 5-6 વાગ્યાથી શરૂ થશે અને 10 વાગ્યા સુધી કાર્યક્રમનું આયોજન થશે.
ગન શો, લેસર શો, સ્ટીલ્ટ વોકિંગ પ્રકારના કાર્યક્રમોનું આયોજન
મોર્નિંગ સેશનમાં યોગા, પ્રાણાયમ, ફિટનેસ, અલગ-અલગ પ્રકારના વર્કશોપનું આયોજન કરવામાં આવશે. બપોરના સેશનમાં ગેમિંગ ઝોનમાં વિવિધે ગેમ્સ, આર્ટ એન્ડ કલ્ચરમાં ટેટુ મેકિંગ, મહેંદી વર્કશોપ, ફોટોગ્રાફી વર્કશોપ, લોકો વધુમાં વધુ ભાગ લઇ શકે તે પ્રકારના કાર્યક્રમો યોજાશે. કેરીઓકેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગન શો, લેસર શો, સ્ટીલ્ટ વોકિંગ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
એક્વાયર શો અને ફાયર શો જેવા નવા આકર્ષણો
નવા આકર્ષણો અંગે જાણીએ તો એક્વાયર શો થશે, જેમાં પાણીની અંદર કલાકારો દ્વારા પરફોર્મન્સ કરવામાં આવશે. દુબઇમાં કરવામાં આવતો ફાયર શોનું આયોજન કરવામાં આવશે. સર્કસમાં જે પ્રકારે જોકર દ્વારા પરફોર્મન્સ કરવામાં આવે છે એ પ્રકારના પરફોર્મન્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
