Bhupat Bhayani On Gopal Italia: વિસાવદરમાં પેટા ચૂંટણીની જાહેરાત થઈ નથી છતાં આમ આદમીએ તેમના ઉમેદવાર તરીકે ગોપાલ ઈટાલિયાને જાહેર કર્યા છે. આ પછી આમ આદમી પાર્ટીના નેતાઓ એક પછી એક વિસાવદરમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. જેમાં ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ જાહેરમંચ પરથી ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે ભારતીય જનતા પાર્ટીને મોહમ્મદ ગજનવીના વારસદાર કહી છે. જેનો વળતો જવાબ ભાજપના નેતા ભૂપત ભાયાણીએ આપ્યો છે.
ભૂપત ભાયાણીએ કહ્યું કે, હા એમનું નિવેદન મેં સાંભળ્યું જોયું. ઘણા અનાપસનાપ શબ્દો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કે જે નેતાઓ ગુજરાતનું ગૌરવ તો છે જ પણ દેશનું પણ ગૌરવ છે એવા નેતાઓ વિશે અનાપસનાપ શબ્દો બોલ્યા છે. અમારા વિશે પણ અનાપસનાપ શબ્દો બોલ્યા છે તો હું એવું માનું છું કે એમની આ એક છિછરી રાજનીતિનું પ્રમાણ છે. નહીંતર રાજનીતિના ક્ષેત્રમાં ખેલદેલી હોવી જોઈએ અને ખેલદેલીથી વાત કરવાની હોય ખેલદેલીથી પ્રચાર કરવાનો હોય અને ખેલદેલીથી ચૂંટણી લડવાની હોય છે. પરંતુ આમ આદમી પાર્ટીની આમ તો સિસ્ટમ અને વિચારધારા જેવી છે. તો જે કાઈ ટીકા ટીપ્પણી અને જે કાઈ અનાપસનાપ શબ્દો આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા બોલવામાં આવે છે તો વિસાવદરની જનતા એનો જવાબ જરૂરથી મતદાનના રૂપમાં આપશે.
આ પણ વાંચો
મુખ્યમંત્રીએ વિસાવદરની જનતા માટે શું આપ્યું મુખ્યમંત્રીએ વિસાવદરની જનતા માટે એક 100 બેડની અધ્યતન હોસ્પિટલ આપી છે સહકારી ક્ષેત્રના બે બિલ્ડિંગો આપ્યા છે. જે રોડ રસ્તાઓ હાલ ખૂબ જ મતલબ તૂટી ગયેલી અવસ્થામાં છે એ તમામ રોડ રસ્તાઓ મંજૂર કરી આપ્યા છે . ખૂબ જ નજીકના દિવસોમાં એનું કામ પણ સરકાર દ્વારા શરૂ કરવામાં આવશે. સાથે સાથે અમારી એક બીજી પણ માગણી હતી ખેડૂતો માટે સૌની યોજનાન લિંક ચારનું પાણી ઝાંજેશરી ડેમ, સોનાવણી ડેમ અને રાવતસાગર ડેમમાં સૌની યોજનાનું પાણી પહોંચે અને એ પાણીના માધ્યમથી ખેડૂતોને સિંચાઈનો લાભ મળે એવી પણ અમારી માગણી હતી. એમાં પણ મુખ્યમંત્રીએ કીધું છે કે ખાસ કિસ્સામાં આ ત્રણેય ડેમોમાં પણ સૌની યોજનાનું પાણી પહોંચે એ બાબતમાં સરકાર ગંભીરતાથી વિચારી અને મંજૂરી આપશે.
