Visavadar By-Election 2025: ગુજરાતમાં કડી અને વિસાવદર વિધાનસભા પેટાચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે, જે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠક પર ભાજપે કિરીટ પટેલને ટિકિટ આપી છે. જેમની સામે કોંગ્રેસે નીતિન રાણપરિયાને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલીયા છે. વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીમાં પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, બધા મતદારો ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે.
બધા મતદારો ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે: ભૂપત ભાયાણી
ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ જણાવ્યું હતું કે વિસાવદર વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના સમર્થનમાં તમામ નાગરિકો મતદાન કરી રહ્યા છે. આજે, આપણા વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં, આપણા ઉમેદવાર કિરીટ પટેલના સમર્થનમાં, તમામ જાતિ અને ધર્મના લોકો, જે મતદારો છે, આપણા ખેડૂતો, આપણા વેપારીઓ, આપણા કામદારો, બધા ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી સરકારની લોકો પ્રત્યેની પ્રતિબદ્ધતા અને વિકાસ કાર્યો જોઈને, બધા મતદારો ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે જેથી આપણા ઉમેદવાર કિરીટ પટેલને જીતાડી શકાય.
Nagad, Gujarat: BJP leader and former MLA Bhupat Bhayani says, "All citizens are voting in support of BJP candidate Kiritbhai Patel from the Visavadar Assembly seat..." pic.twitter.com/tpYBftrog3
— IANS (@ians_india) June 19, 2025
ભૂપત ભાયાણીએ રાજીનામું આપતા બેઠક ખાલી પડી હતી
2022માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક પરથી ભાજપના હર્ષદ રિબડીયા ચૂંટણી મેદાનમાં ઉભા રહ્યાં હતા. જ્યારે તેમની સામે આમ આદમી પાર્ટીમાંથી ભૂપત ભાયાણીને ટિકિટ આપવામાં આવી હતી. ભૂપત ભાયાણીનો આ બેઠક પરથી વિજય થયો હતો અને તેઓ ધારાસભ્ય બન્યા હતા. જોકે બે વર્ષ પહેલા એટલે કે 2023માં તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું અને તેઓ ભાજપમાં જોડાયા હતા. જોકે આ બેઠક પર ભૂપત ભાયાણીના વિજય સામે હર્ષદ રિબડીયા દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
Gujarat: Voting is underway for the Kadi and Visavadar assembly by-elections in Gujarat, scheduled from 7 AM to 6 PM. In the Visavadar seat of Junagadh district, the BJP has fielded Kiritbhai Patel, while Congress has nominated Nitinbhai Ranpariya. AAP candidate is Gopal Italia.… pic.twitter.com/QUkRAzjcMA
— IANS (@ians_india) June 19, 2025
હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હોવાથી આ બેઠક ખાલી પડી હોવા છતાં પણ પેટાચૂંટણી જાહેર કરવામાં આવી ન હતી. જોકે થોડા દિવસો પહેલા હર્ષદ રિબડીયા દ્વારા પોતાની અરજી પરત ખેંચી લેવામાં આવ્યા બાદ હવે આ બેઠક પર પેટાચૂંટણીની તારીખો જાહેર કરાઇ છે. ભાજપમાં હર્ષદ રિબડીયા અને ભૂપત ભાયાણી વચ્ચે વિસાવદર બેઠક પરથી ચૂંટણી લડવાને લઇને રેસ જોવા મળી રહી છે.
