Bhavnath Fair 2026: મહાશિવરાત્રી મેળામાં વડીલ શ્રદ્ધાળુઓ માટે વિશેષ વિસામા વ્યવસ્થા, હજારો ભાવિકોએ લીધો લાભ

લાંબા અંતરથી મહાશિવરાત્રીના મેળામાં આવતા વડીલ ભાવિકોને રાહત. વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાની પ્રશંસા કરી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 13 Feb 2026 08:20 PM (IST)Updated: Fri, 13 Feb 2026 08:20 PM (IST)
senior-devotees-get-relief-at-bhavnath-fair-with-special-rest-points-along-girnar-route
HIGHLIGHTS
  • ભરડાવાવ, ખોડીયાર ધુના,પાજનાકા પુલ પાસે બેસવાની, પાણીની વ્યવસ્થા

Junagadh: જૂનાગઢ ખાતે આયોજિત મહાશિવરાત્રી મેળા 2026 દરમિયાન વડીલ શ્રદ્ધાળુઓને સુવિધા મળી રહે તે હેતુસર વહીવટી તંત્ર દ્વારા ગિરનાર દરવાજાથી તળેટી સ્થિત ભવનાથ મંદિર સુધીના માર્ગ પર વિવિધ સ્થળોએ વિસામાની વ્યવસ્થા કરવામાં આવી છે.

સમગ્ર મેળાના રૂટ દરમિયાન ખાસ અશોક શિલાલેખ, ભરડાવાવ, ખોડીયાર ધુના,પાજનાકા પુલ પાસે, વાઘેશ્વરી મંદીર સામે વિસામા માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. અહીં પાણી પીવાની તેમજ બેસવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જેના કારણે લાંબા અંતરથી આવતા વડીલ ભાવિકોને મોટી રાહત મળી હતી.

મહાશિવરાત્રીના પાવન મેળામાં ઉપસ્થિત થયેલા હજારો શ્રદ્ધાળુઓએ આ વિસામાનો બહોળી સંખ્યામાં લાભ લીધો હતો અને વહીવટી તંત્રની ભાવિકલક્ષી વ્યવસ્થાની પ્રશંસા વ્યક્ત કરી હતી.

નાણા ,પોલીસ હાઉસિંગ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પટેલ જૂનાગઢના પ્રવાસે
નાણા,પોલીસ હાઉસિંગ,જેલ,સરહદી સુરક્ષા,ગૃહરક્ષકદળ અને ગ્રામરક્ષક દળ, નાગરિક સંરક્ષણ,નશાબંધી અને આબકારી વિભાગના રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પટેલનુ તારીખના રોજ 14 ફેબ્રુઆરીના રોજ 4 કલાકે સર્કિટ હાઉસ જૂનાગઢ ખાતે આગમન થશે. જ્યાં તેઓ પોતાની અનુકૂળતાએ ભવનાથ મહાદેવ મંદિર દર્શન અને મહાશિવરાત્રી મેળામાં સહભાગી બનશે.